Home »NRG »USA» Patel Barks For Life Event Benefits American Cancer Society

USA: કેન્સરના દર્દીની મદદ કરવા 'પટેલ'ની અનોખી પહેલ, ડોગ્સનો લીધો સહારો

divyabhaskar.com | Apr 16, 2017, 15:49 PM IST

  • ઈવેન્ટનો મૂળ હેતુ સમુદાયને એક સાથે લાવવાનો છે અને દરેકને આગળ લાવીને અભિયાનમાં સામેલ કરવાનો
અમેરિકાઃકેન્સરના દર્દીઓ માટે એક ગુજરાતીએ અનોખી પહેલ શરૂ કરી છે. પાર્થ પટેલ 'બાર્ક્સ ફોર લાઈફ' નામનું અભિયાન ચલાવી રહ્યો છે જેના થકી એકઠા કરવામાં આવેલા ભંડોળનો લાભ અમેરિકન કેન્સર સોસાયટીને મળશે. ટેક્સાસ ટેક યૂનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટર સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા ડોગ્સ સાથીદાર સાથે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોન સ્ટિક પાર્કમાં યોજાયેલી આ ઈવેન્ટનું નામ 'બાર્ક્સ ફોર લાઈફ' રાખવામાં આવ્યું, જેમાં ડોગ્સને એકઠા કરવામાં આવ્યા હતા, જે કેન્સર સામે લડી રહેલા તેમના માલીકો સાથે ઉભા રહ્યા છે.
 
આ કારણે કરાયા એકઠા
 
આયોજકોએ કહ્યું કે, આ ઈવેન્ટ અમેરિકન સોસાયટીના લાભ માટે પોતાના મિશનનો એક ભાગ છે અને આગામી સપ્તાહ 21 એપ્રિલને શુક્રવારના રોજ રિલે ફોર લાઈફ ઈવેન્ટને પ્રમોટ કરવામાં આવશે. ઈવેન્ટનું આયોજન કરનારાઓએ સવારે ડોગ્સ દત્તક મેળવવા માટે સમય પસાર કર્યો હતો. તેઓએ કહ્યું કે, ઈવેન્ટનો મૂળ હેતુ સમુદાયને એક સાથે લાવવાનો છે અને દરેકને આગળ લાવીને અભિયાનમાં સામેલ કરવાનો છે, જેઓ કેન્સર રિસર્ચ માટે પૈસા એકઠા કરી રહ્યા છે. 
 
નિઃશુલ્ક સ્વાસ્થ કેમ્પ

'બાર્ક્સ ફોર લાઈફ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાર્થ પટેલે પણ કહ્યું કે, અમુક કેન્સર જેવા જીવલેણ જેવા રોગમાં સંપડાયેલા લોકો પાસે તેમના પરિવારના સભ્યોનો સપોર્ટ નથી પણ તેમની પાસે તેમના પેટ્સ છે. પાર્થ પટેલે વધુમાં જણાવ્યું કે, અમે માત્ર ડોગ્સ પ્રત્યેની લાગણી દેખાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. ડોગ્સ વ્યક્તિનો સૌથી સારો મિત્ર છે. વિસ્તારની આસપાસના વેન્ડર્સ આ મજાની ઈવેન્ટમાં સામેલ થયા હતા, કેટલાક પ્રેમાળ મિત્રોને માઈક્રોચિપિંગ અને મેકઅપ જેવી સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવી. ટીટીયૂએસએસસીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ દરમિયાન એક નિઃશુલ્ક સ્વાસ્થ્ય કેમ્પનું પણ આયોજન કર્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ ઈવેન્ટની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: patel Barks For Life event benefits American Cancer Society
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended