Home »NRG »USA» Patel Arrest For Theft Controlled Substance And Sell Out Side Pharmacy

ફ્લોરિડા: ગુજરાતીએ કરી નિયંત્રિત દવાની ચોરી, ઘરની તપાસ કરતા મળ્યા ડોલર્સ

divyabhaskar.com | Jan 06, 2017, 15:01 PM IST

  • નિયંત્રિત દવાની ચોરી કરી વેચાણ કરવા બદલ જતીનકુમાર પટેલની ધરપકડ
એનઆરજી ડેસ્ક:ફ્લોરિડામાં ગુજરાતી ફાર્માસિસ્ટ દ્વારા દવાની ચોરી કરી વેચી દેવામાં હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ફ્લોરીડાના કેમાર્ટ ફાર્માસિસ્ટ પર oxycodone and hydromorphone જેવી હાઈપાવર પેનકિલર દવાઓની ફાર્મસીમાંથી ચોરી કરી ગ્રાહકોને વેચી દેવાનો આરોપ છે.

કેમાર્ટ દ્વારા આ અંગે સોપાયેલી તપાસમાં છેલ્લા છ મહિનાથી દવાની હેરફેર થતી હોવાનું ધ્યાને પડ્યું હતું. જેની તપાસ જતીનકુમાર પટેલ તરફ દોરી ગઈ હતી. જેણે 7000થી વધારે oxycodone દવાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પટેલની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, જેના પર નિયંત્રિત દવાની ચોરી, છેતરપિંડી આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ અધિકારીએ જતીનકુમાર પટેલના ઘરની તપાસ કરતા ત્યાંથી 7000 ડોલર કેસ અને 13 હજાર ડોલરની કિંમતના Casino કોઈન મળી આવ્યા હતા. જતીનકુમાર આ બધુ જુગારમાં જીત્યો હોવાનું જણાવી રહ્યો છે.
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patel arrest For Theft controlled substance and Sell Out side Pharmacy
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended