Home »NRG »USA» One More Gujarati Shod Dead In Us

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, 23 વર્ષીય યુવાનને લૂંટારુંઓ ધરબી ગોળી

divyabhaskar.com | Nov 07, 2016, 19:36 PM IST

જ્યોર્જિયા:અમેરિકામાં વધુ એક ગુજરાતી પટેલની હત્યાના સમાચાર આવ્યા છે. જ્યોર્જિયા સ્ટેટમાં ગુજરાતી પટેલની લોટરી શૉપ પર અજાણ્યા તત્વોએ લૂંટ ચલાવી પિતા-પુત્ર પર ગોળીબાર કર્યો હતો. જેમાં મૂળ અમદાવાદી 23 વર્ષીય વત્સલ પટેલનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતા ગૌતમ પટેલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પરિવારજનોને ઘટના અંગેની જાણ થતા તેઓને પણ આઘાત પહોચ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લાં એક મહિનામાં ત્રીજા અને છેલ્લાં બે વર્ષમાં આ 12મા ગુજરાતીની હત્યા છે.
 
શું છે સમગ્ર ઘટના?
 
જ્યોર્જિયા સ્ટેટના કોલંબસના Linwood Ave ખાતે ગૌતમભાઈ પટેલ 5 Corner Lotto નામથી લોટરી શૉપ ચલાવે છે. રવિવારે રાત્રે તેઓ તેમના પુત્ર વત્સલ પટેલ સાથે હાજર હતા ત્યારે લૂંટારુઓ લૂંટ ચલાવી બંને પર ગોળીબાર કર્યો હતો. જેમાં વત્સલ પટેલનું મોત નિપજ્યું હતું. જ્યારે ગૌમતભાઈને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે મિડલ્ટન મેડીકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. 
 
અમદાવાદના નરોડામાં રહે છે પરિવાર
 
- મૃતક વસ્તલ પટેલનો પરિવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે
- નરોડા ખાતે રહેતા વત્સલના પિતરાઈ  અમિતભાઈ કહ્યું હતું કે, ' અચાનક થયેલા હુમલામાં વત્સલને ત્રણ ગોળી વાગતા તેનું મોત થઈ ગયું હતું'
- 'જ્યારે મારા કાકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. તેમના ઓપરેશન બાદ અમારી ઉપર ફોન આવતા અમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.'
- અમિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા કાકા ગૌતમભાઈ તેમના બે પુત્રો અને પત્ની સાથે બે વર્ષથી જ્યોર્જિયા સ્ટેટના કોલંબસમાં સ્થાયી થયા છે.
શું કહે છે પોલીસ?
 
- કોલંબસ પોલીસના જણાવ્યા પ્રમાણે કાળા કપડામાં સજ્જ 19 વર્ષીય અને 30 વર્ષીય બે અશ્વેતોએ ઘટનાને અંજામ આપ્યો હતો.
- Linwood Blvd ખાતે આવેલી 5 Corner Lotto શોપમાં આ લૂંટારા રવિવાર રાત્રે 9:5 વાગ્યે ત્રાટક્યા હતા.
- ગોળીબારનો અવાજ આવતા પોલી ઘટનાસ્થળે પહોંચી હતી
- પોલીસ લોટરી શૉપ પર પહોંચી ત્યારે પટેલ પિતા-પુત્ર લોહીથી લથબથ હાલતમાં પીડાતા હતા.
- આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી
 
 
આગળ વાંચો કોલંબસમાં વર્ષની 20મી હત્યા, અમેરિકામાં છેલ્લા બે વર્ષમાં થયેલી 12 ગુજરાતીઓની હત્યા વિશે....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: one more gujarati shod dead in us
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended