Home »NRG »USA» NRIs Help To Native Place Bhadran Village Of Guajrat

NRIsએ વતનને બનાવ્યું ‘પેરીસ’, BSONA દ્વારા પહોંચાડે છે ભાદરણ ગામને મદદ

Rekha Patel, Delaware | Nov 24, 2016, 12:46 PM IST

  • ભાદરણના NRIs ગામને બનાવ્યું ચોખ્ખું ચણાક
ડેલાવર:ગુજરાતનાં ચરોતર વિસ્તારના ભાદરણ ગામથી આજે ભાગ્યે જ કોઈ અજાણ હશે. વિદેશમાં વસતા ગામવાસીઓએ 13-14 હજારની વસ્તી ધરાવતા નાનકડા એવા ભાદરણ ગામને પેરીસ જેવું ચોખ્ખું-ચણાક બનાવ્યું છે. એટલું જ નહીં મોદીના સ્વચ્છતા અભિયાન પહેલા પણ સ્વચ્છ ગામ તરીકેના અનેક એવોર્ડ આ ગામ હાંસલ કરી ચુક્યું છે. વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા અને ગામને મદદ કરતા NRIsએ ‘ભાદરણ સમાજ ઓફ નોર્થ અમેરિકા’ની રચના કરી છે, જેના થકી તેઓ ડોનેશન અને મદદને યોગ્યરીતે પોતાના વતનની ઉન્નતી માટે ખર્ચ કરી શકે.

વર્ષોથી ગામ છોડીને પરદેશમાં રોજી માટે ગયેલા અને ત્યાં વસી ગયેલા એનઆરઆઈ લોકો વતન પ્રત્યેનું ઋણ અદા કરવા અવારનવાર ગામને મદદ કરતા રહે છે. મૂળ ભાદણના શૈલેષભાઈએ અમેરિકાના ન્યુજર્સી સ્ટેટમાં પોતાની મોટેલ હોરાઈઝોનમાં અન્ય ગામમિત્રો સાથે મળીને ‘ભાદરણ ગુજરાતી સમાજ’ની શરૂઆત કરી હતી. ત્યાર બાદ વર્ષ 1983-84માં આ સમાજમાં પ્રફુલભાઈ પટેલ, શશીભાઈ પટેલ અને તારકભાઈ પટેલ જોડાયા અને અન્ય પ્રવૃતિઓને વેગ આપ્યો. શરૂઆતમાં આ સમાજ દ્વારા દિવાળી અને સમર પિકનિકનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં પ્રફુલભાઈના પત્ની મિકી બેન અને અન્ય સ્ત્રીઓ ડ્રામા તૈયાર કરી, જાતે જ રસોઈ બનાવી દિવાળી પાર્ટી સેલિબ્રેશન કરતા હતા.

આ સમાજમાં સભ્યોની સંખ્યાની સાથે ડોનેશન પણ મળવા લાગ્યું હોવાથી આ દિવાળીમાં 250 જેટલા લોકો એકઠાં થયા હતા. જેનાં સેલિબ્રેશનમાં લાઈવ મ્યુઝિક માટે મુંબઈના ગ્રૂપને આમંત્રિત કરાયું હતું. બોલિવૂડના ગીતોની રમઝટ સાથે બાળકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે ઉનાળામાં થતી સમર પીકનીકમાં 400થી 500 માણસો જોડાય છે. જેમાં સવારથી ચા-નાસ્તા, બપોરનું લંચ, ભજીયા અને રાત્રે ખીચડી-છાસ, બાળકો માટે પીઝાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પતંગ ઉત્સવ અને વોલિબોલ અને ખો-ખો જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવે છે.
 
- ‘ગુજરાતના પેરીસ’નું ઉપનામ મળ્યું

- ભાદરણને સ્વચ્છતાના કારણે ‘ગુજરાતના પેરીસ’નું ઉપનામ મળ્યું છે.
- અહીં 1937થી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની વ્યવસ્થા છે.
- ગામમા રોજિંદો કચરો બહાર ફેંકવામાં આવતો નથી. રોજ સવારે કચરાગાડી ઘરે ઘરેથી કચરો ઉઠાવી જાય છે.
- આખા ગામમાં બેસાડવામાં આવેલા બ્લોકને કારણે આખું ગામમાં ક્યાક ધૂળ-ડમરીની સમસ્યા રહેતી નથી.
- ભાદરણમાં સો વર્ષ કરતા જૂની લાઈબ્રેરીમાં વિવિધતા ભર્યા પુસ્તકોનું કલેક્શન છે.
- આ તમામ સુવિધાઓ સરકારી ગ્રાન્ડ કરતા અહીના એનઆરઆઈ દાતાઓને કારણે ઉભી કરવામાં આવી છે.
 
આગળ વાંચો વિદ્યાલય અને વિનયમંદિર પાસે આવેલા પાર્કના રિનોવેશન માટે 5000 ડોલરની સહાય
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NRIs Help To Native Place Bhadran Village of Guajrat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended