Home »NRG »USA» New Jersey City Boy With Cancer Leads Parade As Honorary Police Officer

USમાં પોલીસ બની દીલ જીતી લેનાર પાર્થ જિંદગીની બાજી હાર્યો, લીધા અંતિમ શ્વાસ

divyabhaskar.com | Oct 24, 2016, 14:29 PM IST

  • પાર્થ પટેલને એક દિવસ માટે પોલીસ ઈન્સ્પેક્ટર બનાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ન્યુજર્સી:  અમેરિકાના ન્યુજર્સી સિટીમાં ત્રણ દિવસ પહેલા પોલીસ ઈન્સ્પેક્ટર બની તમામ દીલ જીતી લેનાર પાર્થ પટેલ જિંદગીની બાજી હારી ચૂક્યો છે. કેન્સરની જીવલેણ બીમારી સામે ઝઝુમી રહેલા પાર્થ પટેલે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.  ન્યુજર્સીના નોર્થ બર્ગનના ગાર્ડન સ્ટેટ ક્રેમટરિ ખાતે આવતી કાલે મંગળવારે પાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે ગયા બુધવારે ન્યુજર્સી પોલીસે સરપ્રાઈઝ પરેડ યોજી પાર્થ પટેલને એક દિવસનો પોલીસ ઈન્સ્પેક્ટર બનાવ્યો હતો. પરેડમાં પાર્થે હસતા ચહેરાએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. પાર્થની બહાદુરી જોઈ હાજર સૌં કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. 
 
ન્યુજર્સી પોલીસ દ્વારા પાર્થ પટેલનું કરાયું હતું વિશેષ સન્માન
 
કેન્સરની જીવલેણ બીમારી સામે ઝઝુમી રહેલા પાર્થ પટેલને એક દિવસ માટે પોલીસ ઈન્સ્પેક્ટર બનાવી ન્યુજર્સી પોલીસ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પાર્થને જર્સી સિટી પોલીસનો યુનીફોર્મ પહેરાવીને મનગમતા સુપરહીરો બેટમેન સાથે ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં સાથે ભણતા વિદ્યાર્થીઓથી માંડીને પોલીસ અધિકારીઓ, પાડોશી તથા શિક્ષકો દ્વારા તેને ચિયર કરવામાં આવ્યો હતો. પાર્થને સપોર્ટ કરનારા વિવિધ બેનરો લઈને લાઈનમાં ઉભા હતા. પાર્થ પણ હસતા ચહેરે તમામને હેલો કહી રહ્યો હતો, ભાવવાહી દ્રશ્યો જોઈને તમામ લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી. આ પરેડમાં વિશ્વના તમામ સુપરહીરો હતા પણ તેઓનો સુપર હીરો પાર્થ રહ્યો હતો.
 
સુપરહીરો બેટમેન બન્યો હતો પાર્થનો ડ્રાઈવર
 
- જર્સી પોલીસ ઓફિસર એડ્રીયન મ્યુરેલને પાર્થને કેન્સર હોવા અંગેની જાણ થઈ હતી. જેણે તેના ભાઈને જીવલેણ બીમારીને કારણે ગુમાવ્યો હતો.
- પાર્થ અંગે જાણ થતા એડ્રીયને નક્કી કર્યું કે, તે 9 વર્ષના આ માસૂમ માટે કંઈક ખાસ કરવા માંગે છે. 
- 100થી વધારે પોલીસ અધિકારીઓ, ફાયર ફાઈટર્સ અને EMTના કાફલા સાથે બુધવારે બપોર પછી પાર્થ માટે ખાસ સરપ્રાઈઝ પરેડ યોજી હતી.
- પરેડ દરમિયાન તેના ઘર નેલ્સન એવન્યૂ નોર્થ સ્ટ્રીટથી સ્કૂલ સુધીના રસ્તે તેના સહાયકોને ચિયર કરવા માટે રાખવામાં આવ્યા હતા.
- પાર્થને ન્યુ જર્સી સિટી પોલીસનો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો અને બેટમોબાઈલ કારમાં બેસાડ્યો, જેને સુપરહીરો બેટમેન ડ્રાઈવ કરી રહ્યો હતો.
 
પાર્થે કરી હતી પરેડની આગેવાની, માતાપિતા - બહેન ચાલ્યા હતા પાછળ
 
- આ બાળકની હિંમત અને બહાદુરીને ન્યુજર્સી સિટી પોલીસે બિરદાવી હતી
- પાર્થ પટેલે તેના સહાયક બનવા માટે તમામનો આભારનો વ્યક્ત કર્યો હતો. 
- પાર્થ પટેલે કહ્યું હતું કે, 'મારા સહાયક બનવા માટે દરેકનો આભાર માનું છું.'
- આ પરેડમાં તેની બહેન હિલેરી અને માતાપિતા તેની પાછળમાં ચાલી રહ્યા હતા. પાર્થે આ પરેડની શ્રેષ્ઠ આગેવાની કરી હતી. 
- પાર્થની બહેન હિલેરીએ જણાવ્યું હતું કે, 'આ એક સૌથી યાદગાર પળ છે, અને અમને તેની સાથે અહીંયા રહીને બહુ ખુશી થઈ છે.' 
 
ક્લાસમેટ્સે કહ્યું, 'લેટ્સ ગો પાર્થ' 
 
- પરેડ દરમિયાન નોર્થ સ્ટ્રીટ વિદ્યાર્થીઓની લાઈનથી ભરાઈ ગઈ હતી અને પાર્થ તેમનો સુપરહીરો હોવાના પોસ્ટર્સ પણ દેખાડવામાં આવ્યા હતા.  
- તેના ક્લાસમેટ 'લેટ્સ ગો પાર્થ' કહીને તેને ચિયર કરી રહ્યા હતા. 
- પટેલે પરેડ દરમિયાન દરેકને 'હેલો' કહી રહ્યો હતો. એક શિક્ષક કેલી લોમેક્ષે તો પાર્થને જ પોતાને સુપરહીરો માની લીધો હતો.
- લોમેક્ષે કહ્યું કે, 'પાર્થે મને જીવનમાં હિંમતવાન અને બહાદુરી પૂર્વક જીવવાનું શીખવ્યું છે.'
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ પરેડની વધુ તસવીરો અને વાંચો પરેડ બાદ પણ હતું એક ખાસ આયોજન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Jersey City Boy With Cancer Leads Parade As Honorary Police Officer
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext