Home »NRG »USA» Naysa Modi Goes To Scripps For Third Year

મોદીએ ઈંગ્લીશમાં અમેરિકન્સને રાખ્યા પાછળ, ઉજાળ્યું ગુજરાતનું નામ

divyabhaskar.com | Mar 08, 2017, 17:24 PM IST

  • USA: છઠ્ઠા ધોરણમાં ભણતી નાયસા મોદી સતત ત્રીજા વર્ષે જોડણી સ્પર્ધામાં અવ્વલ
અમેરિકાઃસામાન્ય રીતે એવી માન્યતા રહી છે કે ગુજરાતીઓને ઈંગ્લીશ બોલવામાં અથવા લખવામાં ઘણી તકલીફો પડે છે પણ ગુજરાતની એક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નાયસા મોદીએ આ માન્યતાને ખોટી પાડી દીધી છે. મોદીએ સતત ત્રીજા વર્ષે નેશનલ સ્પેલિંગ બી સ્ક્રિપ્સ સ્પર્ધા જીતી લીધી છે. ઓચીટા જુનિયર હાઇ સ્કૂલ ખાતે શુક્રવારે યોજાયેલા ઓલ પેરિશ સ્પેલિંગ્સ બીમાં નાયસાએ "tabard"ના સ્પેલિંગ બાદ 39માં રાઉન્ડ જીતી લીધો હતો. આ પહેલા મોદી આ સ્પર્ધામાં 2015 અને 2016માં પણ પ્રથમ ક્રમાંકે રહી હતી.
 
16 લોકોએ 37માં રાઉન્ડ સુધી નહોતી કરી ભૂલ

છેલ્લા ચાર વિદ્યાર્થીઓ કાદેન કોપલેન્ડ, હેન્નાહ સ્ચેઈટેલ, કરીમ અલ ગીયાર અને મોદી સહિત 16 લોકો રોઉન્ડમાં ગયા હતા. તેમાંના કોઈએ રાઉન્ડ 37 સુધી ભૂલ કરી નહોતી, ત્યારે કોપલેન્ડ અને સ્ચેઈટેલ બંનેએ ખોટા સ્પેલિંગવાળા શબ્દો લખ્યા હતા. અલ ગીયારે 38માં રાઉન્ડમાં "usufructuary"ની સ્પેલિંગ ખોટા લખ્યા હતા અને મોદીએ 39મો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. કોપલેન્ડ અને સ્ચેઈટેલ કાંસ રાઉન્ડમાં ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા.
 
કોણ રહ્યું કયા સ્થાને?

સેલી હમ્બલ એલિમેન્ટરીમાં છઠ્ઠા ધોરણમાં ભણતી સેજ બેલ પાંચમાં સ્થાને રહી હતી. કિરોલી એલિમેન્ટરીમાં ચોથા ધોરણમાં ભણતો કોપલેન્ડ ચોથા સ્થાને રહ્યો હતો. ઓચીટા જુનિયર હાઇમાં છઠ્ઠા ધોરણમાં ભણતો સ્ચેઈટેલ ત્રીજા સ્થાને રહ્યો હતો. West Ridge Middle Schoolમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો અલ ગિયાર બીજા સ્થાને રહ્યો હતો. જ્યારે નાયસા મોદીએ આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહી હતી. 2016માં રાઉન્ડ 49માં "antiphonal"ના સ્પેલિંગ સાથે મોદીએ ઓલ પેરિસ બી જીતી લીધી હતી. 63માં રાઉન્ડમાં “beetewk"ના સ્પેલિંગ સાથે આ વર્ષેની બીમાં વિજય મેળવ્યો હતો.
 
શું કહે છે મોદી?

નાયસા મોદી કે જે રિવર ઓક્સ સ્કૂલ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી વાંચવા, બોલવા અને લખવા માટે એટેન્ડ કરે છે. તેના પિતા નયન મોદી કહે છે કે, તે તેની દિકરીને વિવિધ ભાષાના શબ્દો રચવા અને સમજવા માટે તેને મદદ કરે છે. નાયસાએ જણાવ્યું હતું કે, ભાષાનું માળખું નવા શબ્દો જાણવા માટે સારું સાધન છે કારણ કે, તે તેને શબ્દોની રચના કરવા માટે મદદ કરે છે. બી દરમ્યાન, મોદી સ્ચેઈટેલ સહિત તેના ઉચ્ચ પાંચ સ્પર્ધકો, કે જે 2015માં 34માં રાઉન્ડ માટે હેડ ટુ હેડ હતા. મોદીએ જણાવ્યું હતું કે, તેણી અન્ય સ્પેલર્સને પ્રોત્સાહિત કરવા માંગે છે કારણે કે તેઓ એકબીજા સામે સ્પર્ધા કરી શકતા નથી. તેઓનો એક કોમન દુશ્મન હોય છે - The Dictionary.
 
નાયસા મોદીની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ ફેરવતા જાઓ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Naysa Modi goes to Scripps for third year
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended