Home »NRG »USA» Navratri Garba At Friendswood Texas US By Gujarati Samaj Of Houston

US: હ્યુસ્ટનમાં ગુજ્જુ ગર્લ્સે જમાવ્યો માહોલ, બોલાવી રાસની રમઝટ

divyabhaskar.com | Oct 10, 2016, 18:46 PM IST

ટેક્સાસઃગુજરાતથી વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતના લોકો પોતાના તહેવારની ઉજવણી કરવાનું ચૂકતા નથી અને તેમાંય નવરાત્રિની ઉજવણી દરમિયાન વધારે ધામધૂમ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકાના મોટા શહેરોમાં ઠેરઠેર નવરાત્રિનો પર્વ ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. પરંપરાગત રીતે રાસ ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમી રહ્યા છે. અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટન ગુજરાતી સમાજ આવા જ એક ભવ્ય રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાધન ભાગ લેવા માટે ઉમટી પડી હતું. ગુજરાતી યુવાહૈયાઓએ ગરબાના તાલે રાસની રમઝટ બોલાવી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ યુવાધને આમ જમાવ્યો રંગ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navratri garba at Friendswood Texas US by Gujarati Samaj of Houston
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended