Home »NRG »USA» Navratri Celebration In America, Gujarati Plays Garba

US: ગુજરાતી યુવતીઓનો મનમોહક અંદાજ, બોલાવી ગરબાની રમઝટ

divyabhaskar.com | Oct 08, 2016, 16:52 PM IST

અમેરિકા: પેન્સીલવેનિયાના બેનસાલેમ ખાતે ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. બેનસાલેમ હાઈસ્કૂલ ખાતે ઈન્ડિયન કલ્ચર એસોસિએશન ઓફ પેન્સીલવેનિયા (ICAP) આયોજિત ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. તારીખ 23, 24, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર મળી ચાર દિવસીય આયોજનમાં ગરબા રસિકોએ ભરપૂર મજા માણી હતી. દરરોજ અંબા માની આરતી બાદ લોકપ્રિય ગાયકોના સૂરથી કાર્યક્રમમાં અનોખું આકર્ષણ ઉભું થયું હતું.  રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી વતનની કમી પૂરી કરી હતી. (તસવીર સૌજન્ય: ફેસબુક)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navratri celebration in america, gujarati plays garba
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext