Home »NRG »USA» Navang Oza Claims Airline Cancelled His Flight Reservation Because He Filmed

ગુજરાતી સાથે USમાં ગેરવર્તન, વિવાદનું રેકોર્ડિંગ કરતા રદ કરી વિમાન ટિકિટ

divyabhaskar.com | May 11, 2017, 18:04 PM IST

  • 37 વર્ષીય નવાંગ ઓઝા સોમવારે ન્યૂ ઓર્લિયન્સથી સાન ફ્રાન્સિસ્કો જવા માટે ચેકિંગ કરાવી રહ્યો હતો
અમેરિકાઃપ્રવાસીઓ સાથે ગેરવર્તણૂકના કારણે વિવાદમાં રહેલી અમેરિકાની વિમાની કંપની યુનાઈટેડ એરલાઈન્સે એક વાર ફરી ભારતીય મૂળના વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું છે. એરલાઈન્સે ગુજરાતી નવાંગ ઓઝાની ટિકીટ માત્ર એટલા માટે રદ કરી દીધી, કારણ કે તેણે તેની સાથે થઈ રહેલા વિવાદનો વીડિયો બનાવી લીધો હતો. આ માટે નવાંગે દાવો કર્યો છે કે, તેનું ફ્લાઇટ રિઝર્વેશન રદ કરી દેવામાં આવ્યું હતું કારણ કે, તેણે કોઈ વિવાદ દરમિયાન કર્મચારીનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. 
 
સંતોષકારક જવાબ ન મળતા શરૂ કર્યું વીડિયો રેકોર્ડિંગ

ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 37 વર્ષીય નવાંગ ઓઝા સોમવારે ન્યૂ ઓર્લિયન્સથી સાન ફ્રાન્સિસ્કો જવા માટે ચેકિંગ કરાવી રહ્યો હતો ત્યારે તેના મોટા કદના બેગ માટે 300 ડોલર ફી અંગે કહેવામાં આવ્યું હતું. નવાંગ ઓઝાએ આ માટે ફરિયાદ કરી કે, તેણે આવતી વખતે તો સામાન માટે 125 ડોલર આપ્યા હતા અને જ્યારે તેને પોતાની ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે તેણે ક્રિયાપ્રતિક્રિયાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. 

શું જોવા મળ્યું વીડિયોમાં?

રેકોર્ડ કરવાના થોડા સમયમાં જ આ વીડિયોમાં એજન્ટે તેના એક સહકર્મીને કહ્યું કે 'આનું રિઝર્વેશન રદ કરો.' વીડિયોમાં ઓઝા પાછળની સાઈડ ઉભો છે અને પૂછે છે કે, 'તમે શા માટે તમે આ(રિઝર્વેશન) રદ કરવા માંગો છો?' જોકે, આ પહેલા શું બન્યું હશે તે જાણી શકાયું નથી, પરંતુ યુનાઈટેડ એરલાઈન્સના કર્મચારી તેની ક્રિયાપ્રતિક્રિયામાં સ્પષ્ટ રીતે ગુસ્સે ભરાયેલા જોઈ શકાય છે. કર્મચારીએ વીડિઓમાં તેમના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, 'તમને વિડિયો ટેપ કરવાની મારી પરવાનગી નથી.' ત્યારબાદ એજન્ટે તેના સહકર્મીને ઓઝાનું રિઝર્વેશન રદ કરવા કહ્યું. નોંધનીય છે કે, ગત સપ્તાહે વધારે બુકિંગના કારણે પ્રવાસી ડેવિડ ડાઓને જબરજસ્તી વિમાનમાંથી ઉતારવાના કારણે એરલાઈન્સ ચર્ચામાં રહી હતી. આ સપ્તાહે એક મહિલા પ્રવાસીએ પણ કંપનીના કર્મચારી પર અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો.
 
ઓઝા અને કર્મચારી વચ્ચે થઈ બોલાચાલી

ઓઝાએ કર્મચારીને કહ્યું કે, 'વીડિયો રેકોર્ડ કરવા પાછળનું કારણ છે કે, તમે મારી બેગ મોટા કદની હોવાના કારણે નથી સ્વીકારી રહ્યા, તેને હું અહીં લાવ્યો છું?' યુનાઈટેડ એરલાઇન્સના કર્મચારીએ જવાબ આપતા જણાવ્યું કે, 'મને પરિસ્થિતિ ખબર નથી, મને ખબર છે કે તમે વિડીયોટેપિંગ કરી રહ્યાં છો અને આ સ્વીકાર્ય નથી.' બાદમાં ઓઝાએ કહ્યું કે, 'તમે જાણો છો કે શા માટે હું તમારો વિડિઓ રેકોર્ડ કરું છું? કારણ કે, તમારા લોકોની ગ્રાહક સેવા ભયંકર છે.' કર્મચારી ફરીવાર તેના સાથી કર્મચારી સાથે વાત કરવા લાગે છે, તેણી સમજાવે છે, A. કોપ્સને બોલાવો કારણ કે આ બેગ જપ્ત કરવામાં આવે અથવા B. રિઝર્વેશન રદ કરવામાં આવે. બાદમાં તેણી પોતાનો સ્માર્ટ ફોન બહાર કાઢે છે અને ઓઝાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. ત્યારે ઓઝા સ્પષ્ટતા કરે છે કે, 'તે વધારે મોટા કદની બેગ માટે ચૂકવણી કરવા તૈયાર છે.'
 
આગળ વાંચોઃ ઓઝાએ મેનેજર સાથે વાત કરવાનું કર્યું નક્કી...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navang Oza claims airline cancelled his flight reservation because he filmed
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended