Home »NRG »USA» Natchez Gets Taste Of India During Wedding Festivities

USAના રસ્તા પર ગુજરાતીઓએ કરી ગરબાની જમાવટ, લગ્નમાં આવો હતો માહોલ

divyabhaskar.com | May 07, 2017, 15:06 PM IST

અમેરિકાઃનાચેઝની હોમોટોટીટો સ્ટ્રીટ ખાતે શનિવારે પરંપરાગત રીતે ગુજરાતીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન દરમિયાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મહેમાનોએ મન મૂકીને ગરબા રમ્યા હતા. આ ઉપરાંત ડાન્સ, મ્યૂઝિક તથા સ્વાદિષ્ટ વ્યંજનોની મજા પણ માણી હતી. વરઘોડો જોવા માટે સ્થાનિકો રસ્તા પર આવી ગયા હતા. 
 
2014માં બાય ચાન્સ થઈ હતી મુલાકાત

ડિનલીએથ હિસ્ટોરિક ઇન દ્વારા શનિવારે પૂનવી પટેલ અને અર્જીત મહેતાના લગ્નને ડાન્સ, મ્યૂઝિક અને પરંપરાગત ભારતીય રિવાજો સાથે રાખવામાં આવ્યા હતા. પૂનવી પટેલે વર્ષ 2006માં એડમ્સ કાઉન્ટી ક્રિશ્ચિયન સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને સ્થાનિક હોટેલ માલિક એરિક અને અલ્કા પટેલની પુત્રી છે. 2014માં, પૂનવી પટેલ અર્જીત મહેતાની પિઝા અંગે વાતચીત દરમિયાન થયેલી બાય ચાન્સ મુલાકાત શુક્રવાર અને શનિવારે નાચેઝમાં લગ્નમાં પરિણમી હતી.
 
આ રીતે ડેકોરેટ કરવામાં આવ્યો મંડપ

ત્રણ દિવસ માટે, કર્મચારીઓએ ધીમે ધીમે ડિનલીએથ હિસ્ટોરિક ઇનના મેદાનોને લાલ જાજમ સાથે બદલી નાખ્યું હતું, ગુલાબની પાંખડીઓ અને સોનાનો ઢોળથી મૂર્તિઓને ડેકોરેટ કરવામાં આવી હતી. એન્ટેબેલમ ઘરની સામે લાલ કપડામાં આવરી લેવામાં આવેલો મંડપ અને તેની વચ્ચે સિલ્વર કલરનું ગુંબજ લગાવવામાં આવ્યું હતું. હોકોકેટો સ્ટ્રીટથી બે લાંબા ટેબલને લાલ કાપડ અને લાલ ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું, જેના પર મહેમાનો લંચ કરી શકે. ટેબલ પર લાલ કપડાની સાથે સાથે ક્રિસ્ટલ ચંદલીયર્સ અને પોકેટ વોચ અને તેની ચાવી રાખવામાં આવી હતી, જે વેડિંગ થીમનો એક ભાગ હતો.
 
આગળ વાંચોઃ પૂનવીએ મિશેલ ઓબામા અને બેયોન્સ જેવા ક્લાઈન્ટો માટે તૈયાર કર્યા છે કપડા...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Natchez gets taste of India during wedding festivities
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended