Home »NRG »USA» Motel Fire Leaves 1 Patel Women Dead And Husband Injures

USA: મોટેલમાં આગ લાગતા પટેલ મહિલાનું શંકાસ્પદ મોત, પતિ ગંભીર

divyabhaskar.com | Nov 22, 2016, 16:51 PM IST

અમદાવાદઃઅરકાનસાસના ટેક્શારકના શહેરની એક મોટેલમાં આગ લાગી જતા એક ગુજરાતી મહિલાનું મોત થયું છે જ્યારે તેમના પતિ ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
ફાયર અલાર્મ હતું બંધ

- ફાયર બ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, રવિવારના રોજ મોડીરાત્રે 1 વાગ્યે એમ્બેસેડર મોટેલ તરફથી તેમને કોલ મળ્યો હતો.
- તેમના પલંગ પર આગ લાગી તે સમયે ફાયર અલાર્મ કામ કરી રહ્યું નહોતું.
- કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ કાબૂમાં લીધી હતી.
- આ ઘટનામાં 46 વર્ષીય રેખાબેન પટેલનું નિધન થયું છે જ્યારે 50 વર્ષીય તેમના પતિ ગંભીર રીતે દાઝી જતા તેમને વેડ્લી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
 
ધુમાડો જોતા દોડ્યો પુત્ર

- પટેલ પરિવારના એપાર્ટમેન્ટના બેડરૂમમાં જ્યારે આગ લાગી ત્યારે તેઓ સૂતા હતા. 
- ફાયરફાયટર્સે જણાવ્યું કે, આ દરમિયાન તેમના 18 વર્ષીય પુત્રએ જોયું કે રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. 
- તેણે અંદર જવાનો પ્રયાસ કર્યો પણ ધુમાડો ઘણો વધારે હોવાને કારણે તે અંદર જઈ શક્યો નહોતો.
 
ફાયરફાયટર્સે કાઢ્યા બહાર

- ફાયરફાયટર્સ ઘટના સ્થળે પહોંચતા જ દંપત્તિને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને તેમને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.
- રેખા પટેલનું વધુ પડતો ધુમાડોના શ્વાસમાં જતા મોત થયું હતું. 
- જ્યારે પતિ જયેશ પટેલને દાઝી જવાના કારણે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
 
શા માટે મોત છે શંકાસ્પદ?
 
ઓથોરિટીએ ઉમેર્યું કે, રૂમમાં માત્ર પલંગ જ હતો જે બળી શકે તેવો હતો, અન્ય કોઈ વસ્તું સળગે તેવી નહોતી પણ આખા એપાર્ટમેન્ટમાં થયેલો ધુમાડો અનેક સવાલો પેદા કરે છે. એપાર્ટમેન્ટમાં ફાયર અલાર્મ પણ છે પણ તે સમયે તે પણ કામ કરી રહ્યું નહોતું. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. પોલીસે બન્ને દંપતિની ઓળખાણ કરી લીધી છે અને પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, ક્યાંય આ આત્મહત્યા કે હત્યાનો પ્રયાસ તો નથીને?
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Motel fire leaves 1 patel women dead and husband injures
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext