Home »NRG »USA» Most Of Motels Of Patel Gets Shelters To Poor American

‘ગરીબ અમેરિકનો’ને પટેલનો આશરોઃ મોટેલમાં રહેતા ‘બેઘર લોકો’

divyabhaskar.com | Mar 23, 2017, 12:11 PM IST

તલાહાસ્સી:અમેરિકા એક માયા નગરી છે, અહીં બધું ઔપચારિક છે. મહત્વાકાંક્ષા અને સ્પર્ધાને લીધે અમેરિકન સમાજ ગુજરાતીઓને હાઈ-એચીવર જરૂર બનાવે છે પણ ગુજરાતીઓ પોતાના માણસ માણસ વચ્ચેના ભાવાત્મક સંબંધને ક્યારેય ઘટાડતા નથી, હંમેશા અન્યોની મદદ કરવા માટે આતુર રહેતા હોય છે. અમેરિકાની એક બાજુ બાદશાહી જીવનશૈલી જીવતા લોકો છે તો બીજી બાજુ એવા પણ લોકો છે જેઓ પોતાનું ગુજરાન પણ માંડ ચલાવે છે. આવા લોકો અહીંની અફોર્ડેબલ અકોમોડેશન ગણાતી મોટેલ્સમાં રહે છે. મોટેલ્સમાં રહેતા ગરીબ અમેરિકનોની તસવીર રોમ બેઝ્ડ ફોટોગ્રાફર દંપત્તિ નાદિયા શીરા કોહેન અને પાઉલો સિક્વેઈરાએ લીધી છે.
 
માત્ર પોતાના સમુદાય માટે નહીં પરંતુ અમેરિકનો માટે પણ મદદ કરવા માટે આતુર રહેતા ગુજરાતીઓ વિદેશમાં રહીને પણ પોતાનો સ્વભાવ છોડતા નથી. એક અંદાજ અનુસાર, ફ્લોરિડામાં મોટેલ્સમાં આવા 500થી વધુ કુટુંબો રહે છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકાની કુલ મોટેલ્સની અડધોઅડધ મોટેલ્સ ભારતીયોની માલિકીની છે. એમા પણ લગભગ 70 ટકા જેટલી મોટેલ્સ ગુજરાતીઓની માલિકીની છે. અને ગુજરાતીઓમાં મોટાભાગના પટેલો છે. અત્યારે અમેરિકામાં ગુજરાતીઓની માલિકીની 17,000 જેટલી હોટેલ્સ અને મોટેલ્સ છે. જેનો સ્પષ્ટ મતલબ એ થાય કે ‘ગરીબ અમેરિકનો’ પટેલના આશરે ‘ઉછરી’ રહ્યાં છે.
 
ફરીથી ‘ગરીબ અમેરિકનો’ પર આવીએ તો, નાદિયા અને પાઓલોએ આ લોકોની જીવન શૈલીની કચકડે કંડારવા માટે ઓરલેન્ડોમાં આવેલી ‘Remington Inn’ નામની મોટેલમાં રહેવા લાગ્યાં હતાં. ફોટોગ્રાફર દંપતિએ ફોટોગ્રાફ્સ ઉપરાંત આવા પરિવારોની ‘સ્ટોરીઝ’ પણ લોકો સમક્ષ રાખી. જેમાં વ્યક્તિગત ત્રાસદી, દેવું, બિમારીએ આ લોકોની કમર તોડી નાખી હોવાનું ઉજાગર થયું. દરરોજના કે અઠવાડિયાના રોજે હિસાબે કામ કરતા આ લોકો માંડ માંડ કરીને બે ટંકનુ રળી શકતા હોવાનું ફોટોગ્રાફર દંપતીનું કહેવું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના એક-તૃતિયાંશ બેઘર લોકો ફ્લોરિડામાં રહે છે. આવા બેઘર માટે મોટેલ્સ આશ્રયસ્થાન બની રહે છે. હોટેલ્સ કરતા ક્યાંય સસ્તી અને મોટેલ્સમાં આવા લોકોને આસાનીથી પરવડી શકે છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાની દર બેમાંથી એક મોટેલ ભારતીય માલિકીની છે.એમાંય દર બીજી ગુજરાતીની જ નીકળે. એમાં પટેલોનું સૌથી વધુ વર્ચસ્વ. જે મોટેલ ગુજરાતી માલિકોની છે એમાંથી ¾ મોટેલના માલિકો પટેલ અટક ધરાવે છે. એટલું જ નહીં, અમેરિકામાં હાઈવે પર ઠેર ઠેર "Patel Motels" જોવા મળી રહે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ...નાદિયા અને પાઓલોએ લીધેલી મોટેલ્સમાં રહેતા અમેરિકનોની તસવીરો... 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most of motels of patel Gets Shelters to Poor American
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended