Home »NRG »USA» Monark Sharma Joining The US Army With Rs 1.20 Crore Pay Package

USA આર્મીમાં જોડાયો ભારતીય યુવાન, મળ્યું 1.2 કરોડ રૂપિયાનું પેકેજ

Divyabhaskar.com | May 10, 2017, 16:17 PM IST

  • અમેરિકન સૈન્ય તરફથી હવે 1.20 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ
અમેરિકાઃઅમેરિકન સૈન્યએ જયપુરના એક નવયુવાનને એએચ-64 લડાયક હેલિકોપ્ટર યુનિટમાં વૈજ્ઞાનિક તરીકે નિમણૂક કરી છે. અમેરિકન સૈન્યમાં શાનદાર પદ મેળવનાર આ ભારતીય યુવકનું નામ છે મોનાર્ક શર્મા. શર્માને અમેરિકન સૈન્ય તરફથી હવે 1.20 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે. અમેરિકન એકફોર્સનું મુખ્યાલય ટેક્સાસના ફોર્ટ હૂડમાં છે. અહીંયા એરફોર્સના વૈજ્ઞાનિક તરીકે શર્માને લડાયક વિમાનોની ડિઝાઈન પસંદ કરવા, વિમાનોનું નિરીક્ષણ કરવા વિમાનોના નિર્માણ કાર્યને જોવાની જવાબદારી મળી છે. શર્માને એક વર્ષ સુધી આ કામ જોવાનું છે.
 
3 મહિનાનું કામ જોઈને આપ્યા હતા 2 સન્માન

આ પહેલા 2013માં શર્માએ તેના કેરિયરની શરૂઆત અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના માસ કમ્યુનિકેશન વિભાગમાં જૂનિયર સાઈન્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યારબાદ તેણે 2016માં આમેરિકન સૈન્યમાં જોડાયો હતો. અહીંયા ત્રણ મહિનામાં જ શર્માએ એવું કામ કરી બતાવ્યું કે, અમેરિકન સૈન્યએ ખુશ થઈને તેને બે સન્માન અને આર્મી સર્વિસ મેડલ તથા સેફ્ટી એક્સલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યો. મોનાર્ક શર્માના પિતા રાજસ્થાનમાં સરકારી નોકરીમાં કાર્યરત છે. શર્માને પહેલેથી જ અંતરિક્ષ વિજ્ઞાન સુરક્ષા ઉપતરણમાં રસ રહ્યો છે.
 
જોડાવા માંગતો હતો ભારતીય આર્મીમાં

અમેરિકન સૈન્યમાં સન્માનજનક પદ મળતા શર્માએ મીડિયાને જણાવ્યું કે, તે ભારતીય સૈન્યમાં જોડાઈ ન શક્યો પરંતુ તે કંઈક એવું કરવા માંગતો હતો જેનાથી દેશને તેના પર ગર્વ થાય. તેણે કહ્યું કે, મારા કામથી અહીંયા આવતા ભારતીય વિદ્યાર્થીઓ આકરી મહેનત કરવા માટે પ્રેરિત થશે. નોંધનીય છે કે, શર્મા જયપુરની મહાવીર જૈન સ્કૂલમાં ભણ્યો હતો. તેણે 2011-2012માં નાસાના અમુક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને પછી અહીંથી તેની કિસ્મત ચમકી ગઈ.
 
આગળ જૂઓ, મોનાર્ક શર્માની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Monark Sharma joining the US Army with Rs 1.20 crore pay package
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended