Home »NRG »USA» Men Sought In Chester County Home Invasion

અમેરિકાઃ ગુજરાતીના ઘરમાં લૂંટ, બંદૂકની અણીએ રોકડ તથા દાગીના લઈ ફરાર

divyabhaskar.com | Nov 04, 2016, 14:54 PM IST

અમેરિકાઃચેસ્ટર કાઉન્ટીની ઉવચ્લાન ટાઉનશીપમાં આવેલા એક ગુજરાતીના ઘરમાં બે દિવસ પહેલા મોડી રાત્રે શસ્ત્રોથી સજ્જ તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામેમાં આવી છે. આ ઘટનામાં માસ્ક પહેરીને બે તસ્કરો ઘર ઘૂસી ગયા હતા અને ઘરના તમામ સભ્યોને બાંધી દીધા હતા. બાદમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસને જાણ કરાતા પોલીસે શોધખોળ કરીને બે શંકાસ્પદની ધરપકડ કરી છે.

 

2 નવેમ્બર, બુધવારના રોજ મધરાતે અમેરિકાના ચેસ્ટર કાઉન્ટીની ઉવચ્લાન ટાઉનશીપમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલના ઘરમાં લૂંટ ઘટના બની હતી. બે અશ્વેતો માસ્ક પહેરીને ઘરમાં ઘૂસી ગયા હતા. બાદમાં મહેન્દ્રભાઈ પટેલ તથા તેમની પત્ની અને બાળકોને લિવિંગ રૂમમાં બાંધી દીધા હતા. હેન્ડગન જેવા હથિયારો સાથે લઈને આવેલા બે અશ્વેતોએ તેમના માથા પર બંદૂક રાખીને પૈસાની માંગણી કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી. 

 

મહેન્દ્રભાઈ પટેલ પ્રમાણે, મારા પૌત્ર ઘણો ડરી ગયો હતો. લૂંટારાઓએ તેને કબાટમાં પૂરીને તેનું બારણુ બહારથી બંધ કરી દીધું હતું. પોલીસ પ્રમાણે, લૂંટારાઓએ ઘરમાંથી 10,000 ડોલર રોકડા અને કેટલાક દાગીના લૂંટીને ફરાર થઈ ગયા છે. બરાબર એક સપ્તાહ પહેલા તેમની પાડોશમાંથી પણ આ પ્રકારનો જ એક ગુનો નોંધાયો હતો. જોકે પોલીસે બાદમાં તાત્કાલિક તાપસ હાથ ધરીને બે શંકાસ્પદો શોધી કાઢ્યા છે અને તેમની ધરપકડ કરી છે. હાલ આ બન્ને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Men sought in Chester County home invasion
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended