Home »NRG »USA» Meet Sparsh Shah Who Born With 40 Fractures But That Did Not Break Spirit

શરીરમાં 125 ફ્રેક્ચર છતાં જુસ્સો અકબંધ, આ ગુજરાતી છોકરાના દિવાના છે અમેરિકન્સ

divyabhaskar.com | Nov 07, 2016, 15:00 PM IST

અમેરિકાઃઅમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા 12 વર્ષીય સ્પર્શ શાહે 'મન હોય તો માળવે જવાય' કહેવતને સાર્થક કરી છે. સ્પર્શ જન્મથી જ ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા નામની બીમારીથી પીડિત છે. આ બીમારીના કારણે સ્પર્શ ચાલી શકતો નથી. તેના હાડકાં ખૂબ જ નાજુક છે. સંગીત અને લેખનના શોખીન સ્પર્શનો જન્મ 40 ફ્રેક્ચર સાથે થયો હતો. તેને અત્યાર સુધીમાં શરીરમાં કુલ 125 ફ્રેક્ચર થયા છે. આજે અમે તમને મેઘાવી ગાયક સ્પર્શ શાહની પ્રેરણાત્મક વાર્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

 

સ્પર્શ(ઉર્ફે પરહીથમ)એ અત્યાર સુધી 10 ગીતો લખ્યા છે અને મોટાભાગના ગીતોમાં સંગીત પણ તેણે જ આપ્યું છે. સ્પર્શ છેલ્લા સાત વર્ષથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકન વોકલ સંગીત શીખી રહ્યો છે. સ્પર્શ બહુ પ્રતિભાશાળી છે. તે વિવિધ સમુદાયની ઈવેન્ટ તથા લોકલ રેડિયો સ્ટેશન, ટેલિવિઝન ઉપરાંત હોસ્ટિંગ શોમાં જોવા મળે છે. સ્પર્શના માતાપિતાને સહેજ પણ અંદાજ નહોતો કે તેમનો આ નાનકડો પુત્ર એક દિવસ લાખો લોકોના દિલ જીતી લેશે. અન્ય એક્ટિવીટી ઉપરાંત ભણવામાં પણ એટલો જ હોંશિયાર સ્પર્શ કહે છે કે, 'હું મારા પગલાની છાપ રેતીમાં એટલી ઉંડે સુધી છોડવા માગુ છું કે તેને કોઈ સુનામી મિટાવી નહીં શકે.' 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, લાખો અમેરિકન્સ કેવી રીતે બન્યા સ્પર્શ શાહના ફેન્સ, કેવી રીતે બન્યો સેલિબ્રિટી...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Meet Sparsh shah who born with 40 Fractures but That did not break Spirit
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext