Home »NRG »USA» Many Gujarati People Handle Betel Shop In Abroad America US

અમેરિકામાં પણ મળે છે ‘કાચી પાત્રીસ’ માવો, ગુજરાતીઓ ખોલી પાનની દુકાનો

divyabhaskar.com | Nov 19, 2016, 10:47 AM IST

અમદાવાદ:‘ખઈ કે પાન બનારસ વાલા’આ પંક્તિ સાંભળતા જ મોંમા પાન સાથે ‘ડોન’ ફિલ્મમાં અભિનય કરતા અમિતાભ બચ્ચન યાદ આવી જાય. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં મીઠા પાન, સાદા પાન અને તમાકુવાળા પાનનું ચલણ વધારે જોવા મળે છે. એક નજરે ગુજરાતના ગામડાથી મોટા સિટી સુધી પાનની દુકાનની સંખ્યા અન્ય કોઈ પણ બિઝનેસ કરતા વધારે જ જોવા મળશે. ‘જ્યાં વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત’ કહેવત મુજબ વિદેશમાં વસતા ગુજરાતીઓ એક સમયે મોટી સંખ્યામાં આ બિઝનેસ સાથે જોડાયેલા છે. જો કે વિદેશમાં રહેતા ગુજરાતીઓની નવી જનરેશન હવે આ ધંધામાથી બહાર નીકળી પ્રોફેશનલ જોબ તરફ આગળ વધી છે.
 
અમેરિકાના ન્યુયોર્ક, ન્યુજર્સી, શિકાગો, સાન ફ્રાન્સિસકો, લોસ એન્જલસ જેવા સિટીમાં મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓ અહીં પણ પાનનો બિધનેસ કરી રહ્યાં છે. એટલુ જ નહીં વિદેશમાં સ્વતંત્ર દુકાનના બદલે મોલ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર એક કોર્નરમાં પાનનો ધંધો કરવાનું ચલણ વધારે જોવા મળે છે.

આગળ જુઓ અમેરિકામાં ગુજરાતીઓની પાનની દુકાનો.....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Many Gujarati People Handle Betel Shop in Abroad America US
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended