Home »NRG »USA» Many Educated Gujarati People Doing Labor Work In USA

USમાં બાર-સ્ટોર્સમાં કામ કરે છે ગુજરાતીઓ, જાણો કલાક દીઠ કેટલી કરે છે કમાણી?

divyabhaskar.com | Feb 28, 2017, 11:47 AM IST

એનઆરજી ડેસ્ક:આજે અમેરિકામાં ભારતીયોની સંખ્યાની સાથે તેમની સફળતાઓનો આંક પણ ઉંચો આવ્યો છે. અમેરિકામાં સેટ થઈને સારા પૈસા કમાવવાનું સપનું મોટાભાગના ગુજરાતીઓ જોતા હોય છે. પણ ઘણી વાર અમેરિકા જવામાં સફળ થયેલા લોકો ત્યા જઈને છેતરાતા હોય છે. કેમ કે ભારતની ડિગ્રી ધરાવતા અને લાખો ખર્ચીને અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સે ઈન્સ્ટિટ્યૂટની એક એક્ઝામ પાસ કરવી પડે છે. જેમાં ઘણા હાઈલી એજ્યુકેટેડ ગુજરાતીઓ પણ ફેલ થાય છે. જેથી એજ્યુકેટેડ ગુજરાતીઓને પણ પોતાના ફિલ્ડ કરતા અલગ લેબર વર્ક કરવું પડતુ હોય છે.

અમેરિકામાં ભણવા જતા વિદ્યાર્થીઓને પણ કોર્સ પૂરો થયા બાદ નિયમ પ્રમાણેના સમયમાં ફિલ્ડ વર્ક શોધી લેવું પડે છે. ગુજરાતથી અમેરિકા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ એજ્યુકેશન સાથે નાનું-મોટું છૂટક કામ કરતા હોય છે. અમેરિકામાં મોટાભાગના ગુજરાતીઓ બાર, ક્લબ, બેબી સીટર, ગેસ સ્ટેશન, વોલ માર્ટ, સ્ટોર્સ, સબ-વેમાં લેબર કાર કરતા હોય છે. જો કે આ કામ માટે તેમને કલાક પ્રમાણે ડોલરમાં વેતન મળે છે. જે અહીંના રૂપિયામાં કન્વર્ટ થતા મોટી રકમ થાય છે.

અમેરિકાના નિયમ પ્રમાણે કાયદેસર રહેતા ગ્રાનકાર્ડ ધારકો ગમે તેટલા કલાક કામ કરી શકે છે. પણ વિદ્યાર્થીઓ સોમવારથી શુક્રવાર વિકમાં 20 કલાક અને શનિ-રવિ ગમે તેટલા કલાક કામ કરી શકે છે. પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોને લેબર વર્ક માટે પણ કલાક દીઠ ઓછા ડોલરમાં કામ મળે છે.

(આગળ વાંચો અમેરિકામાં કેવા પ્રકારના લેબર વર્ક કરવા પડે છે? કેટલા ડોલર મળે છે?)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Many Educated Gujarati People doing Labor Work in USA
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended