Home »NRG »USA» Manish Patel Uses Forged Passport To Enter US Pleads Guilty

ગુજરાતીએ બનાવટી પાસપોર્ટથી અમેરિકામાં ઘૂસવાની કરી કબૂલાત

divyabhaskar.com | Apr 11, 2017, 10:52 AM IST

  • ગુજરાતીએ બનાવટી પાસપોર્ટથી અમેરિકામાં ઘૂસવાની કરી કબૂલાત,  usa news in gujarati
અમેરિકાઃકેનેડા થઇને અમેરિકામાં ધુસવા માટે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હોવાનો 43 વર્ષીય એક ગુજરાતીએ અમેરિકામાં ગુનો કબુલ્યો હતો. જસ્ટિસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મનીષ પટેલે 20 જાન્યુઆરી, 2017ના રોજ વહેલી સવારે બોર્ડર પેટ્રોલ એજન્ટને બનાવટી ભારતીય પાસપોર્ટ રજૂ કર્યો હોવાની વાતની પણ કબુલાત કરી હતી.
 
મનિષ પટેલે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે ભારતથી કેનેડાના ટોરોન્ટો સુધી આવવા એક અન્ય વ્યક્તિના પાસપોર્ટ પર પોતાનો ફોટો લગાવી દીધો હતો. એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મનિષ પટેલને આ ગુના હેઠળ દસ વર્ષની જેલની સજા થઇ શકે છે અને જેલની સજા બાદ 3 વર્ષ સુધી એને સુપવાઇઝડ જેલ ભોગવવી પડી શકે છે. ઉપરાંત 250,000 ડોલરનો દંડ પણ ભરવો પડશે.
 
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી પર USA સેન્ટેન્સીંગ ગાઇડલાઇન્સ અને અન્ય પાસાઓના ઉલ્લંધન બદલ ખાસ ગુના માટે જજે સજા કરી હતી.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Manish patel uses forged passport to enter US pleads guilty
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended