Home »NRG »USA» USA- Man Stabs On The Clerk FIVE Times In Frenzied Attack At Tennessee

USA: પટેલ પર છરી વડે તૂટી પડ્યો લૂંટારુ, CCTVમાં કેદ થયા દ્રશ્યો

divyabhaskar.com | May 06, 2017, 15:15 PM IST

  • ગ્રાહકને સર્વિસ આપીને પટેલ સ્ટૂલ પર બેઠો હતો ત્યારે કરવામાં આવ્યો હુમલો
અમેરિકાઃટેનેસીના ગેસ સ્ટેશનમાં કામ કરતા એક ગુજરાતી કારકૂન પર છરી વડે અચાનક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં લૂંટારુ એકાએક ગેસ સ્ટેશનના કારકૂન સતીશ પટેલ પર તૂટી પડ્યો હતો. હુમલો કર્યા બાદ લૂંટારુ સિગારેટનું બોક્સ અને અમુક રોકડ ઉપાડીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પીછો કરી આ લૂંટારુને ઝડપી લીધો હતો.
 
સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ઘટના

ટેનેસીમાં આવેલા ગેસ સ્ટેશનના સર્વેલન્સમાં કેદ થયેલી આ ઘટનામાં જોવા મળે છે કે, કારકૂન સતીશ પટેલ ગ્રાહકની સેવા પૂરી કરીને કાઉન્ટર પાછળ જતો રહ્યો હતો અને કેશ રજિસ્ટર નજીક સ્ટૂલ પર બેઠો હતો. એટલામાં લૂંટારુ દુકાનમાં કાઉન્ટરની પાછળ ગયો અને સતીશ પર એકાએક છરી વડે હુમલો કરવા લાગ્યો હતો. લૂંટારુ ડિલન હિલ્ટનને ગ્રૂન્ડિ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે તેની ધરપકડ કરી લીધી હતી. 
 
પટેલને 4-5 છરીના ઘા માર્યા

આઘાતજનક વિડિયોમાં જોવા મળે છે કે, પટેલ કાઉન્ટરની પાછળથી બચીને ભાગી ગયો હતો અને સ્ટોરના દરવાજા પાસે જઈને ઉભો રહ્યો હતો. હુમલાખોર અમુક રોકડ સાથે સિગારેટનું બોક્સ લઈને ભાગી રહેલો વિડિઓમાં જોવા મળે છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે. એક વ્યક્તિ કાઉન્ટર પાછળ જાય છે અને સ્ટોર માલિક પર એકાએક છરી વડે તૂટી પડે છે. અથડામણમાં પટેલ પર 4-5 વખત છરીના ઘા ઝીંકી દે છે.
 
શું કહે છે પોલીસ?

પોલીસે જણાવ્યું હતું કે, હિલ્ટન ફૂટેજમાંથી ભાગ્યો તે પહેલાં એક અથડામણ થઈ હતી અને હિલ્ટને કેટલાક વાહનને પણ નુકસાન કર્યું હતું. ગ્રુડી કાઉન્ટી શેરિફ ક્લિન્ટ શ્રોમએ જણાવ્યું કે, પટેલને થોડીક ઇજાઓ માટે સારવાર આપવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, હિલ્ટનના ચહેરા પર લોહીના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે તેનો પીછો કરીને પકડી લીધો હતો. તે એક એસયુવી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. આ છરાબાજીની ઘટનામાં તેના પર ઘરફોડ ચોરી, કાર જેકિંગનો પ્રયાસ સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં  જૂઓ, સર્વેલન્સ કેમેરામાં કેદ થયેલી ઘટનાની તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: USA- Man stabs on the clerk FIVE times in frenzied attack at Tennessee
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended