Home »NRG »USA» Man Receives Two Life Sentences In Gujarati Couple Murder

USમાં ગુજરાતીની હત્યા કરનારને 35 વર્ષની જેલ, લૂંટના ઈરાદે કરી હતી હત્યા

divyabhaskar.com | Apr 14, 2017, 12:47 PM IST

  • કાંતિભાઈ પટેલ અને હંસાબેન પટેલ દસ વર્ષ પહેલા અમેરિકાના કરોલિનામાં સ્થાયી થયા હતા, ઈન્સેટમાં હત્યારો
અમેરિકાઃ16 ઓગસ્ટ, 2015ના રોજ વહેલી સવારે અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ ચરોતરવાસી દંપતી પર હુમલાની એક ઘટના બની હતી. આ ઘટનામાં સાઉથ કેરોલિનાની બેસ્ટ વેસ્ટર્ન મોટેલમાં રહીને કામ કરતા મૂળ આણંદ જિલ્લાના કાસોરના વતની 72 વર્ષીય કાંતિભાઈ પટેલ અને પત્ની 67 વર્ષીય હંસાબેનનું મૃત્યું થયું હતું. વહેલી સવારના લૂંટના ઈરાદે આવેલા એક અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં પોલીસે 22 વર્ષના એક યુવાનની પણ ધરપકડ કરી હતી, જેને ગુરુવારે 35 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
 
કાંતિભાઈએ હુમલાખોરને રૂમમાં બોલાવ્યો હતો

તપાસકર્તા પ્રમાણે, આરોપી જોશુઆ લેનાર્ડ પોચરે તેમને જણાવ્યું કે, 16 ઓગસ્ટના દિવસે સવારે નાસ્તો કરી રહ્યો હતો, જ્યારે તેણે તેના રૂમની બહાર બાલ્કની પર કાંતિભાઈને જોયા હતા. પોચરે કહ્યું કે, તે તેમની પાસે સિગારેટનું લાઈટર લેવા માટે ગયા હતો ત્યારે કાંતિભાઈએ તેને તેમના રૂમમાં બોલાવ્યો હતો. સોલિસિટર ડફી સ્ટોને કહ્યું કે, જ્યારે આરોપી દ્વારા ગોળી મારવામાં આવી ત્યારે તેમના પત્ની પાછળ બૂમો પાડી રહ્યા હતા. જ્યારે હંસાબેન તેમના પતિને બચાવવા માટે આવ્યા તો તેમને પણ ગોળી મારી દીધી હતી.
 
'ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા'

ફોરેન્સિક પ્રમાણે, હંસાબેન પટેલ તેમના પતિના શરીર પર પડેલા મળ્યા હતા. હંસાબેનના ખભા પર ત્રણ ગોળી વાગી હતી જ્યારે ચોથી ગોળી તેમના ફેફસાં અને હૃદયને ભેદીને જતી રહી હતી. સ્ટોને કહ્યું કે, 'પટેલની હત્યા ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા છે.' હુમલાખોરે વિદેશી કરન્સી અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ ચોરી લીધા હતા. જ્યારે તેની ધરપકડ થઈ તે પહેલા તેણે 15 વખત કાર્ડનો ઉપયોગ કરવાના પ્રયાસો કર્યા હતા.
 
35 વર્ષની સજા ફટકારવામાં આવી

22 વર્ષીય પોચર એક હિંસક અપરાધ કમિશન દરમિયાન હત્યા, સશસ્ત્ર લૂંટ અને શસ્ત્રના કબજાના બે મામલે દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેને બે લોકોની હત્યાના ગુનામાં 30 વર્ષની અને શસ્ત્ર લૂંટ અને ઘાતક હથિયાર રાખવાના મામલે પાંચ વર્ષની એમ કુલ 35 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સ્ટોને કહ્યું કે, પટેલ દંપતી ખરેખર નિર્દોષ હતા. તેઓ મોટેલમાં કામ કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા જ્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો.
 
આગળ વાંચો, શું હતી સમગ્ર ઘટના?
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man receives two life sentences in gujarati couple murder
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended