Home »NRG »USA» Lok Dayro Organised In Washington Dc By Gujarati Community

વોશિંગ્ટનમાં ગુજરાતી સમાજ દ્વારા યોજાયો ડાયરો, ‘કસુંબીનો રંગ'માં ડોલ્યા શ્રોતાઓ

Kirit Udeshi, Washington DC | Sep 08, 2016, 19:07 PM IST

  • ગુજરાતી સમાજ ઓફ વોશિંગ્ટન દ્વારા યોજાયેલા ડાયરાની તસવીર
(વોશિંગ્ટન ડીસીથી કિરીટ ઉદ્દેશી દ્વારા):  ગુજરાતી સમાજ ઓફ વોશિંગ્ટન દ્વારા 5મી સપ્ટેમબરના રોજ ક્લેરીયન ઈન, કોલેજ પાર્ક, મેરીલેન્ડ ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 120મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા આ ડાયરામાં રાજકોટના લોકપ્રિય સિંગર વિનોદ પટેલે પોતાના સૂરથી શ્રોતાઓને ડોલાવ્યા હતા.
અંદાજે 100 નોન રેસિડન્ટ ગુજરાતીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મેઘાણીની જીવનયાત્રાનું રસપાન કરાયું હતું. સિંગર વિનોદ પટેલે ‘કસુંબીનો રંગ' અને  ‘ચારણ કન્યા' સહિતની મેઘાણીની લોકપ્રિય રચનાઓને સૂર આપી અલગ જ માહોલ ઉભો કરી દીધો હતો. ગણેશ ચતુર્થી અને સંવત્સરીના દિવસે યોજાયેલા આ કાર્યક્રમને લોકોએ મનભરીને માણ્યો હતો.
 
પ્રશાંત પટેલ દ્વારા વેન્યૂ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. સ્નેક્સ અને સોફ્ટડ્રીંક્સની વ્યવસ્થા ગુજરાતી સમાજ ઓફ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવી હતી. આશિતાબેન પટેલની આગેવાની હેઠળ ગુજરાતી સમાજનો વધુ એક કાર્યક્રમ સફળ રહ્યો હતો.(અહેવાલ અને તસવીરોઃ કિરીટ ઉદ્દેશી, વોશિંગ્ટન ડીસી)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: lok dayro organised in washington dc by gujarati community
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended