Home »NRG »USA» Late Night Robbery In Patels Motel Carrying Cash In Less Than 2 Minutes

US:પટેલની મોટેલમાં મોડી રાત્રે લૂંટ,2 મિનિટથી ઓછા સમયમાં રોકડ લઈ લૂંટારું ફરાર

divyabhaskar.com | May 19, 2017, 14:30 PM IST

  • બંદૂકધારી ત્રણ લૂંટારા માસ્ક પહેરીને આવ્યા હતા
અમેરિકાઃઇન્ડિયાના સ્ટેટના સીમોરમાં એક પટેલની મોટેલમાં લૂંટની ઘટના બની છે. માસ્ક પહેરીને આવેલા ત્રણ લૂંટારું મોડી રાત્રે મોટેલમાં ઘૂસી ગયા હતા અને બંદૂકની અણીએ 2 મિનિટથી ઓછા સમયમાં લૂંટ ચલાવીને ફરાર થયા હતા. લૂંટ અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સર્વેલન્સ કેમેરામાં કેદ થયેલી ઘટનાનો વીડિયો કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. પોલીસને આ શંકાસ્પદોની સફેદ હમર કાર થોડા સમયબાદ સ્ટેટ રોડ 46 પર મળી આવી હતી.
 
સમગ્ર ઘટના સર્વેલન્સ કેમેરામાં કેદ

જય પટેલની મોટેલ નાઈટ્સ ઈનમાં થયેલી ઘટના સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીમોર પોલીસે જણાવ્યું કે, 18 મે, ગુરુવારની મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં બંદૂકોથી સજ્જ ત્રણ અજાણ્યા શખ્સો 207 એન સેન્ડી ક્રીક ડો ખાતે આવેલી મોટલ નાઈટ્સ ઇનમાં ઘૂસી ગયા હતા. આ મોટેલના માલિક જય પટેલ છે. ત્રણેય શખ્સોને વીડિયોમાં માસ્ક પહેરેલા જોઈ શકાય છે. મોટેલમાં ઘૂસ્યા બાદ તેઓએ કારકુન પર બંદૂક તાકીને રજીસ્ટર તરફ ઈશારો કર્યો અને તેને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. કારકુને રજીસ્ટરમાં રહેલી તમામ રોકડ તેમને સોંપી દીધી હતી.
 
શું કહે છે પટેલ મોટેલ માલિક?

મોટેલના માલિક જય પટેલએ જણાવ્યું કે, 'હું 20 વર્ષથી આ શહેરમાં રહું છે અને મારી સાથે આવી ઘટના પહેલીવાર બની છે.' વધુમાં તેમણે કહ્યું કે, 'ત્રણેય શખ્સો 2 મિનિટથી ઓછા સમયમાં તેઓ 600 ડોલર લઈને ફરાર થઈ ગયા. અમારી મોટલના કર્મચારીઓ ઘટનાથી હચમચી ગયા હતા, પરંતુ તેઓએ દબાણના સમયે જે કર્યું તે યોગ્ય હતું. જો કંઈ થઈ જાય તો, એટલા માટે હું કાયમ મારા કર્મચારીઓને કહેતો રહું કે, હીરો બનવાનો પ્રયાસ ન કરો, માત્ર તેમને જે જોઈએ તે આપી દો.'
 
શું કહે છે પોલીસ?

આશરે 30 મિનિટ બાદ કોલમ્બસ પોલીસે 3545 વેસ્ટ કાઉન્ટી રોડ 450 સાઉથમાં આવેલા રિકર્સના ગેસ સ્ટેશન ખાતે અન્ય લૂંટની પ્રતિક્રિયા આપી. પોલીસે જણાવ્યું કે, સીમોર લૂંટ ત્રણ શખ્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જો કે, પોલીસને થોડા સમય બાદ લૂંટારુંઓની સફેદ હમર એચ 2 કાર સ્ટેટ રોડ 46 પર મળી આવી હતી. પોલીસે કાર 160 કિમી/કલાકની ઝડપે અહીંયા પહોંચી હોવાનું અનુમાન લગાવ્યું છે. તપાસકર્તાઓનું કહેવું છે કે, તેઓએ આ કાર ઇન્ડિયનના પોલિસ એરિયાના ગેસ સ્ટેશન પરથી બંદૂક અણીએ ચોરી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ઘટનાની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Late night robbery in Patels motel carrying cash in less than 2 minutes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended