Home »NRG »USA» Know All The Information About Marathon Runner Mohit Gala

મેરેથોનમાં વર્ષોથી ભાગ લેનારા એક માત્ર ભારતીય, કરે છે આઈટી કંપનીમાં જોબ

divyabhaskar.com | Sep 28, 2016, 16:25 PM IST

  • મેરેથોન દરમિયાન મોહિત ગાલા.
વિસ્કોન્સિનઃઆજે ભારત અને વિદેશોમાં ઘણી જગ્યાએ મેરેથોન દોડનું આયોજન થતું હોય છે. શરીરનું સ્વાસ્થ્ય જાળવવા ડોક્ટરો પણ ચાલવાની સલાહ આપતા હોય છે. જેથી મોર્નિંગ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. કોઈ જગાડે ત્યારે જાગે અને જાતે જ જાગે તેમાં ઘણો ફરક હોય છે, ઘણાને નાનપણથી સમજણ આવી જતી હોય અને ચાલવા પર ભાર મૂકે. દરરોજનું 2-4 કિમી તો ચાલી જ નાખે તેવા પણ હોય છે. અમેરિકામાં એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા મોહિત ગાલા એક માત્ર એવા વ્યક્તિ છે જેઓ મેરેથોનમાં વર્ષોથી ભાગ લે છે. તાજેતરમાં જ મોહિતે વિસ્કોન્સિન રાજ્ય ખાતે યોજાયેલી 50 માઈલ(80કિમી)ની નોર્થ ઇન્ડ્યૂઅરન્સ ચેલેન્જ પૂર્ણ કરી છે.
 
અનેક મેડલો કર્યા છે હાંસલ

મોહિત ગાલા માટે એમ કહેવાય છે કે, તેઓ પ્રથમ ભારતીય હશે, જેઓએ સત્તાવાર મેરેથોનમાં ભાગ લઈને અનેક મેડલો હાંસલ કર્યા છે. છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે 5-6 મેરેથોનમાં ભાગ લે છે. અમેરિકામાં એક વર્ષમાં 10-15 મેરેથોનનું આયોજન થાય છે. વિવિધ જગ્યાએ મેરેથોન ચાલતી હોય છે. વોશિંગ્ટન ડીસી કે લોસ, એન્જેલોસમાં તો આ દિવસે ટ્રાફિક બંધ હોય છે. ત્રીસેક હજાર લોકો ભાગ લે છે. ભાગ લેનારા પાસેથી ફી લેવામાં આવે છે. જો કે, આ રકમનો ઉપયોગ સેવા કાર્યો માટે જ કરવામાં આવે છે. 
 
કોણ છે મોહિત ગાલા?

મોહિત ગાલા 13 વર્ષથી અમેરિકામાં રહે છે. વર્તમાન સમયમાં તેઓ વર્જિનિયામાં રહે છે. તે સોફ્ટવેર કંપનીમાં ઈઆરપી સિસ્ટમ એન્જિનિયર છે. તેમના હાથ નીચે 12 ઓન્જિનિયરો કામ કરે છે. પોતે ચુસ્ત વેજીટેરિયન છે. મુંબઈમાં વિલેપાર્લામાં ત્યારે બીઈ ઈલેક્ટ્રોનિક એન્જિનિયર થયા. નાનપણથી સાયકલિંહનો શોખ હતો. પાર્લેથી ચર્ચગેટ સાયકલથી જ જતા હતા. દોડવાના પણ શોખિન હતા. 
 
મોહિત ગાલાના રેકોર્ડ્સ...
 
મોહિત ગાલાએ અત્યાર સુધીમાં કુલ 21 મેરેથોન પૂરી કરી છે. જેમાં ચાર હાફ મેરેથોન (21 કિલોમીટર), બાર ફુલ મેરેથોન(42 કિલોમીટર), ત્રણ અલ્ટ્રા મેરેથોન(50 કિલોમીટર) અને બે અલ્ટ્રા મેરેથોન(80 કિલોમીટર)નો સમાવેશ થાય છે. આમાની કેટલીક માઉન્ટેન મેરેથોન પણ સામેલ છે. માઉન્ટેન મેરેથોન ઘણી મુશ્કેલ હોય છે. ક્યારેક તો ચાર હજાર ફૂટ ઉપર ચડીને ઉતરવાનું હોય છે. આ એક નહીં અનેકવાર કરવું પડતું હોય છે. નદી-નાળા, ખીણ પણ પાર કરવાની હોય છે. 
 
મેરેથોનમાં ભાગ લેતી વખતે રાખે છે કાળજી...

મોહિત ગાલા એમના કામમાં ચોક્કસ અને ચીવટવાળા છે. મેરેથોનમાં ભાગ લે ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કાળજી રાખે. શું ખાવું-પીવું, શું ન ખઆવું. એ તમામ વસ્તુનું ધ્યાન રાખે છે. મેરેથોન પૂર્ણ થયા પછી મેડલ પહેરાવે છે. એ પછી મોહિલ ગાલા સ્ટ્રેચિંગ કરે છે, યોગ કરે છે કારણ કે બેસી રહેવાથી હાથ-પગ ઝકડાઈ જાય છે. પગમાં સોજા ચડી જાય છે. અલબત્ત મેરેથોન પૂર્ણ થયા પછી ત્યાં ફ્રીમાં મસાજ કરી આપે છે. મોહિતભાઈ પાસે શૂઝની વેરાયટી છે. દોડવાથી પગ ગરમ થાય. પરસેવો વળે એટલે નેટવાળા અને વજનમાં હલકા શૂઝ પહેરવાના હોય. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ પત્નીએ USમાં 155 દિવસ મશીન પર દર્દીને જીવંત રાખવાનો બનાવ્યો છે રેકોર્ડ,  પિતા પણ છે દોડવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know All The Information About Marathon runner Mohit Gala
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext