Home »NRG »USA» Know About Swaminarayan Temple Chino Hills Los Angeles Usa

અમેરિકાના આ શહેરમાં છે ભવ્ય BAPS મંદિર, ઉંચાઈ માટે મળી છે ખાસ છૂટ

divyabhaskar.com | Apr 16, 2017, 09:58 AM IST

  • પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાત લેતા મંદિર બનાવવાની ઇચ્છામાં પ્રાણ પૂરાયા હતા
અમેરિકાઃલોસ એન્જલસમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રેરણા મળી અને કેટલાક હરિભક્તોએ 1970ના દાયકામાં અને 1980ના દાયકાના ઉતરાર્ધમાં સાપ્તાહિક સમ્મેલનોનું આયોજન કરવાનું શરૂ કર્યું. 1984માં સ્વામીજીએ લોસ એન્જલસની બહાર એક નાના ઉપનગર વ્હિટીઅરે, કેલિફોર્નિયામાં પહેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સ્વામીજીના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે અમુક પરિવારો તથા મજબૂત જૂથો આધ્યાત્મિક વિકાસ માટે સેવામાં પરોવાયા હતા. ઉંચાઈ અધિનિયમન ધારામાં આ મંદિરને ખાસ છૂટ આપવામાં આવા છે.
 
2007માં પૂર્ણ થયું હતું હવેલી ભવનનું કાર્ય

વર્ષ 2000માં પ્રમુખ સ્વામી મહારાજે શિનો હિલ્સમાં નિર્માણ થઈ રહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને મંડળમાં એક પરંપરાગત હિન્દૂ મંદિર બનાવવાની ઇચ્છામાં પ્રાણ પૂરાયા હતા. મંડળે વિશ્વાસ અને ધીરજ સાથે 2007માં હવેલી ભવન(સામાન્ય રીતે મુલાકાતીઓના કેન્દ્ર તરીકે ઓળખાય છે)નું કાર્ય પૂર્ણ કર્યું. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવે તે પહેલા તે વર્ષના પ્રવાસ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે મંદિરની પ્રતિમાઓને પવિત્ર કરી હતી. જો કે, આ સંસ્કાર સમારોહ બીએપીએસના ઈતિહાસમાં પોતાના તરફથી પ્રથમવાર હતો.
 
આગળ વાંચોઃ ઉત્તર અમેરિકામાં પાંચમું પરંપરાગત હિન્દૂ મંદિર અને જૂઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about swaminarayan temple chino hills los angeles usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended