Home »NRG »USA» Knife Wielding Robber Targets 14 Long Island Stores New York USA

અમેરિકામાં પટેલની બહાદુરી, 14 જગ્યાએ લૂંટ કરનારને ઊભી પૂંછડીએ ભગાડ્યો

divyabhaskar.com | Apr 18, 2017, 16:51 PM IST

  • યશવંત પટેલે લૂંટારાનો ટોસ્ટર ટ્રે વડે સામનો કર્યો હતો
અમેરિકાઃન્યુયોર્કની નાસાઉ કાઉન્ટી પોલીસ એક એવા વ્યક્તિની શોધ કરી રહી છે, જેણે લોન્ગ આઈલેન્ડ પર અત્યાર સુધી એક ડઝનથી વધારે સ્ટોરને છરીની અણીએ લૂંટ્યા છે અથવા લૂંટવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ શનિવારે વાત કંઈક અલગ જ બની હતી. લૂંટારો પટેલના સેન્ડવીચ સ્ટોરમાં લૂંટ ચલાવવા માટે પહોંચી ગયો હતો, પણ પટેલની બહાદુરીથી તે લૂંટ તો ન કરી શક્યો પણ તેને સ્ટોર છોડીને ભાગી જવું પડ્યું હતું.
 
શું છે સમગ્ર ઘટના?

શનિવારે રાત્રે લિનબ્રુકમાં TCBYમાં તેની લેટેસ્ટ લૂંટ પહેલા, નોર્થ મેરિકમાં 6 માઈલ દૂર આવેલા એક સેન્ડવીચ સ્ટોરમાં થોડાક કલાક પહેલા જ લૂંટારાએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારો જ્યારે રાત્રે 7 વાગ્યાના સુમારે જેરૂદ્દીન એવન્યૂ ખાતે આવેલા સબવેમાં ઘૂસી આવ્યો હતો ત્યારે મેનેજર યશવંત પટેલ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન લૂંટારાની પટેલ સાથે અથડામણ થઈ હતી. લૂંટારો છરી દેખાડીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલામાં પટેલે ટોસ્ટર ટ્રે ઉપાડીને તેનો સામનો કર્યો હતો. અથડામણમાં લૂંટારાએ પીછેહટ કરતા તરત જ પટેલે પેનિક બટન દબાવી દીધું હતું.
 
શું છે વીડિયોમાં?

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, તેમણે પ્રાપ્ત કરેલા વીડિયોમાં લૂંટારો કાઉન્ટરના પાછળના ભાગમાં છરી લઈને આગળ વધે છે અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન પટેલ આવી જાય છે અને તેમનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. યશવંત પટેલ કહે છે કે, 'હું તે સમયે નર્વસ થઈ ગયો હતો, પણ મારે મારી જાતને બચાવવાની હતી. મારી પાસે ટોસ્ટર ટ્રે હતી અને હું તેને મારવા જઈ રહ્યો હતો.' વીડિયો પ્રમાણે પટેલ ટોસ્ટર ઓવન ટ્રે ઉપાડે છે અને તેને હવામાં આમતેમ ફેરવે છે. જેવો લૂંટારો પાછો જવા લાગ્યો, પટેલે પેનિક બટન દબાવી દીધું અને લૂંટારો ફરાર થઈ ગયો. 
 
14 લૂંટ અને લૂંટના પ્રયાસોમાં સામેલ

પોલીસ પ્રમાણે, ઘટનાના બે કલાક બાદ જ લૂંટારાએ લિનબ્રુકમાં TCBYમાં લૂંટ ચલાવી દીધી હતી. લોંગ આઈલેન્ડના વેસ્ટબ્રીથી લઈને સિફોર્ડ અને લેક રોકકોનકો સુધીની ઓછામાં ઓછી 14 લૂંટ અને લૂંટના પ્રયાસો સાથે લૂંટારાને જોડવામાં આવ્યો છે. પહેલી લૂંટ 13 ફેબ્રુઆરીના રોજ કોપિએગમાં ચલાવી હતી. પટેલ સોમવારે ટોસ્ટર ઓવન ટ્રે પકડી રાખી હતી, એ જાણીને કે તે ન તો માત્ર તેમના નફાને બચાવી શકે, પરંતુ તેમના જીવન પણ બચાવી શકે. તેઓએ કહ્યું કે, 'મને આશા છે કે અધિકારીઓ ઝડપથી લૂંટારાની ધરપકડ કરી લે જેથી એરિયા બિઝનેસ રાહતનો શ્વાસ લઈ શકે.' પોલીસે આ લૂંટારાને પકડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
 
આગળ જૂઓઃ કેવી રીતે પટેલે કર્યો લૂંટારાનો સામનો, વીડિયોમાંથી લેવામાં આવેલી તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Knife wielding Robber targets 14 Long Island Stores new york USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended