Home »NRG »USA» Instead Of Big Ceremony Of Wedding This Couple Is Donating Funds To Cherity

અમેરિકામાં ગુજરાતીએ આ રીતે યાદગાર બનાવ્યો વેલેન્ટાઈન, જાણો એવુ તો શું કર્યું?

divyabhaskar.com | Feb 14, 2017, 18:21 PM IST

  • ગરીબ દેશોમાં ભૂખ સામે લડી રહેલા બાળકોને પૈસા દાન કરીને મદદ કરવાનું નક્કી કર્યું
એનઆરજીડેસ્કઃવેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે દુનિયાભરમાં પ્રેમની વાતો થઈ રહી છે. તેવામાં અમે એક એવા ગુજરાતી પ્રેમી જોડાની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના લગ્ન અનોખી રીતે કરવાનું નક્કી કર્યું છે. પરંપરાગત લગ્નમાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરવાના બદલે નિશકામ મહેતા અને પૂનમ કૌશલે ગરીબ દેશોમાં ભૂખ સામે લડી રહેલા બાળકોને પૈસા દાન કરીને મદદ કરવાનું નક્કી કર્યું છે. 
 
બન્નેએ પોતાના બેકગ્રાઉન્ડનો કર્યો યોગ્ય ઉપયોગ

તેઓએ વર્ષ 2016ના મધ્યભાગમાં લગ્નનું આયોજન કર્યું હતું, લોસ એન્જલસ બેઝ્ડ કપલ સમગ્ર વિશ્વમાં પ્રગટ થતી અત્યંત વિનાશક તસવીરો અને હ્રદયસ્પર્શી વાર્તાઓની અવગણના કરી શક્યા નહોતા. વર્ષ 2003માં ઈરવિન ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રથમવાર આ કપલની મુલાકાત થઈ હતી. એક દાયકા જેટલી લાંબી મિત્રતા બાદ તેઓમ વચ્ચે ગાઢ સંબંધો બન્યા અને તેઓ સગાઈ કરી લીધી હતી. બાળરોગ અને ટેકનોલોજીમાં કારકિર્દી સાથે સંકળાયેલા(કૌશલ પિડીયાટ્રિશીયન છે જ્યારે મહેતા ટેક કંપનીમાં કામ કરે છે), પોતાનું બેકગ્રાઉન્ડ ગરીબ દેશોમાં ભૂખ સામે લડી રહેલા બાળકો માટે એડવોકસી શેર કરવામાં ફાળો આપવાનું નક્કી કર્યું. 
 
શું કહે છે કપલ?

મહેતાએ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'પીડાતા બાળકોની તસવીરો જે બાબતો ખરેખર મારામાં ઊંડો પડઘો પાડે છે. અમારી સગાઈ થઈ બાદમાં અમે અમારા ભવિષ્ય વિશે અને બાળકો વિશે ગંભીરતા પૂર્વક વિચારવાનું શરૂ કર્યું. એ દિવસે અને ઉંમરે, અમારે બાળકો ન હોઈ શકે જેઓ ભૂખ્યા રહે, પણ મને અહેસાસ થયો હતો કે ત્યાં શું થઈ રહ્યું હશે.'
 
આ રીતે આવ્યો વિચાર
 
કૌશલ કહે છે કે, 'જ્યારે હું આ પ્રદેશમાં આવ્યો ત્યારે અહીં બાળકો માટે પુરતો ખોરાક ન હતો. એટલું જ નહીં અહીં બાળકોના શિક્ષણની કોઈ વ્યવસ્થા ન હતી. આ બધુ જોવાથી મને કાયમ ઊંડી અસર થાય છે. અમારા માટે આ કેસ નેચરલ હતો. અમે ગમે તે રીતે તેને અમારા વેડિંગમાં સમાવેશ કરી શકતા હતા. અમને સમજાયું કે, અમને લાગ્યું કે જો વધુ ડોનેશન મેળવવા માટે વધુ સારા લગ્ન યોજવા જોઈએ. પરંપરાગત મોટા લગ્નને અસરકારક રીતે બદલવાનો વિચાર આવતા તરત જ અમને યોગ્ય લાગ્યું હતું.'
 
આગળ વાંચોઃ 1 મિલિયન બાળકોને ભોજન આપવાનો ગોલ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Instead of big Ceremony of Wedding this Couple is Donating Funds to cherity
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended