Home »NRG »USA» Indian Senior Single Will Get Life Partner In America

અમેરિકાના ભારતીય સીનિયર સિંગલ્સને જીવનસાથી મળશે

Vijay Thakkar, New Jersey | May 06, 2017, 02:34 AM IST

  • પ્રતિકાત્મક તસવીર
ન્યુયોર્ક:અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સમુદાયના એકાકી જીવન વ્યતીત કરતા સીનિયર્સ સિંગલ્સને માટે ઢળતી ઉંમરે સાથીદાર મેળવવા માટે 'સિંગલ્સ મીન્ગલ્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

નોર્થ અમેરિકાના પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી રાજુલ પ્રકાશ શાહ અને અમેરિકન સીનિયર્સ ઓર્ગનાઇઝેશન ઓફ ન્યૂ જર્સીના સંયુક્ત ઉપક્રમે શનિવારે 6 મે 2017ના રોજ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં અમેરિકન સમાજકારણ અને રાજકારણમાં છેલ્લા 35 વર્ષથી અત્યંત સયિતાથી આમેજ થઇને ભારતીય અને ગુજરાતી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા રાજુલ શાહે જણાવ્યું કે અમેરિકામાં ભારતીય સમાજમાં વડીલોનું એકાકીપણું એક ખૂબ મોટી સમસ્યા છે અને સામાન્ય રીતે એક ઉંમર વટાવ્યા પછી જો પુરૂષ કે વિધુર અથવા વિધવા થાય તો એમણે પોતાના સંતાનોને આશરે જીવન વ્યતિત કરવા સિવાય અન્ય વિકલ્પ બહુ ઉપલ્ધ નથી અને એ સંજોગોમાં વડીલો જીવનભર સ્વમાનથી અને આપબળે જીવેલ લોકો અસહાયતા અને પરાવલંબીપણું  અનુભવે છે. આપણી સંસ્કૃતિમાં સીનિયર્સ સિંગલ્સનાં એકાકીપણાની સમસ્યા વિશે બહુ વિચારાયું નથી. 

અમેરિકન પાત્ય સમાજ માટે એ સમસ્યા નહીં પણ તદ્દન સામાન્ય કહી શકાય એવી વ્યવહારુ બાબત છે. અમેરિકાના ભારતીય સમાજ સમુદાયમાં સીનિયર સિટીઝન્સ માટે પતિ-પત્ની બેમાંથી એક વ્યક્તિનું અવસાન થયા પછી ભર્યાભાદર્યા જીવનમાં વ્યાપી જતી એકલતા-ખાલીપો વ્યક્તિને કોરી ખાય છે. સમયાંતરે પરિવારના અન્ય સદસ્ય એમની નીજ જિંદગીમાં ઓતપ્રોત થઇ જાય છે. પરંતુ એકલી પડેલી વ્યક્તિએ કરી હોય કે ક્યારેક ફ્રસ્ટ્રેશનનો શિકાર બની જાય છે. ના કહેવાય અને ના સહેવાય એવી પરિસ્થિતી ઉભી થાય છે. 

અમેરિકન પાત્ય સમાજમાં આવી એકલતા માણસે જીવવી પડતી નથી કારણ આ સમાજ વ્યવસ્થામાં લીવ ઈન રિલેશનશિપ કે પુનલએ સાવ જ સહજ બાબત છે અને પાત્ય સમાજમાં એ પ્રકારની સપોર્ટ સીસ્ટમ છે. ભારતીય રૂઢિચુસ્ત સમાજમાં આવી કોઇ સપોર્ટ સીસ્ટમ નથી. અમારું કામ એક સપોર્ટ સીસ્ટમ ઉભી કરી આપવાનું છે. અને એનો લાભ ચોક્કસ લોકોને મળશે. અમને ખબર છે કે આ કામ એટલું સહેલું અને સરળ નથી જેટલું દેખાય છે. સીનિયર્સની તૈયારી હોવા છતાં એમના પરિવારજનોને પણ સહમત કરવા પડે અને એ કામ સરળ નથી. બીજા ફેજમાં અમે એવા પરિવારજનો માટે પણ વર્કશોપ કરવા વિચાર્યું છે. હા...ચોક્કસ આ વનટાઇમ પ્રોસેસ નથી. 

અમેરિકન ભારતીય કોમ્યુનિટીના ઉત્કર્ષ માટેની કટિબદ્ધતા અને અમેરિકન રાજકારણમાં તેમની સક્રિયતાને ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત ભારતીય અખબાર ન્યૂઝ ઇન્ડિયા દ્વારા 1993માં ''women of the year'' એવોર્ડથી વિષૂભિત કરવામાં આવ્યા છે. એવા રાજુલે જણાવ્યું છે કે છેલ્લા ચારેક વર્ષથી આવા સીનિયર્સ સિંગલ્સ માટે સપોર્ટ સિસ્ટમ ઉભી કરવાનો વિચાર મનમાં દોડતો હતો અને જેને હવે મૂર્ત સ્વરૂપ મળવા જઇ રહ્યું છે. 

જેમાં મારા પતિ અને 'ગોપીઓ' ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ્સ ઓફ ઈન્ડિયન ઓરીજીનલ કો-ચેરમેન પ્રકાશ શાહ અમેરિકન સીનિયર્સ ઓર્ગેનાઇઝેશન ઓફ ન્યૂજર્સીના રમણભાઇ શાહ અને બીજા લોકોનો સહકાર મળ્યો અને એમ શનિવારે 6, મે 2017ના રોજ ન્યૂજર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસમાં આવો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં 50 જેટલા સીનિયર્સ સિંગલ્સ આવશે. જેઓ કાર્યક્રમ દરમિયાન એકબીજાને મળશે એમનો પરિચય કેળવશે અને શક્ય છે કે એમાંથી કોઇપણ સીનિયર્સ સંબંધના સૂત્રથી બંધાશે તો એને Ralph Waldo Emerson કહે છે કે ''Even if one life has lived easier because you have lived, it's a success'' અમને દ્રઢ વિશ્વાસ છે કે ''some Meaningful relationships will develop''... 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian senior single will get life partner in america
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended