Home »NRG »USA» Indian-Origin 30 People Feature In Forbes List Of Super Achievers

ફોર્બ્સે રજૂ કરી અંડર 30 સુપર અચિવરની યાદી, 30થી વધુ ભારતીય યુવાઓને સ્થાન

divyabhaskar.com | Jan 05, 2017, 10:03 AM IST

અમેરિકાઃઅમેરિકાનું પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 30 વર્ષથી ઓછી ઉંમરના 20 ક્ષેત્રોના 30-30 સુપર એચિવર્સ લિસ્ટમાં ભારતીય મૂળના 30 નવયુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. મેગેઝિનનું 2017નું પ્રથમ અંક વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા યુવાનો પર કેન્દ્રિત છે. ફોર્બ્સની યાદીમાં સ્વાસ્થ્ય, ઉત્પાદન, રમત અને નાણાકીય જેવા 20 બિઝનેસ સેક્ટરોમાં નિર્ણાયક ફેરફાર લાવનારા નવયુવાનોનું નામ સામેલ કરવામાં આવ્યું છે. 
 
આ કારણે પસંદ કરવામાં આવ્યા યુવાનોને

- મેગેઝિને સામાજિક ક્ષેત્રના સાહસિક તેજૂ રવિલોચનને લિસ્ટમાં સામેલ 600માંથી ટોચના 21 યુવાનોમાં સ્થાન આપ્યું છે. 
- 29 વર્ષીય રવિલોચન અનરિઝનેબલ ઈન્સ્ટીટ્યુટના સહ-સંસ્થાપક છે.
- ફોર્બ્સના અંડર 30 સુપર એચિવર્સ લિસ્ટમાં 30થી વધારે ભારતીય મહિલાઓ અને પુરુષોને સ્થાન મળ્યું છે. 
- લિસ્ટમાં કુલ 600 નવયુવાનોને આવનારી પેઢીના ઉદ્યોગ સાહસિક, ઈન્ટરટેનર, એજ્યુકેટર વગેરે માટે નિયમોના પુનર્લેખન માટે પસંદ કરવામાં આવ્યા છે. 
 
ફોર્બ્સે કર્યા વખાણ

- ફોર્બ્સે આ યુવાનોનાં વખાણ કરતા લખ્યું છે કે, આ યુવાનોનો હેતું વિશ્વની યથાસ્થિતિને ભંગ કરીને દુનિયાને બદલવાનો છે. 
- લિસ્ટમાં સામેલ નિયોલાઈટના સહ-સંસ્થાપક 27 વર્ષીય વિવેક કોપ્પાર્થીએ ફોટોથેરાપી માટે એવું મશીન ડેવલપ કર્યું છે જેનો ઉપયોગ કમળાના દર્દીઓ ઘરે જ કરી શકે છે. 
- તેમની કંપની બાળકોમાં નથતી હાઈપરથર્મિયા માટે પણ એક ઉપકરણ બનાવી રહી છે.
 
પ્રાર્થના દેસાઈ તથા શોન પટેલ પણ સામેલ

- 27 વર્ષીય પ્રાર્થના દેસાઈએ વિકાસશીલ દેશોના લોકોને ડ્રોન મારફતે ડોક્ટરી મદદ પહોંચાડવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીનો અભ્યાસ છોડી દીધો હતો. 
- તેમની હેલ્થકેર કંપની જિપલાઈન રવાન્ડામાં ડ્રોન દ્વારા દવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. 
- 28 વર્ષીય શોન પટેલ ઓર્થોપેડિક સર્જન છે. પટેલ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ઓર્થોપેડિક સર્જરી માટે ચીફ રેઝિડેન્ટ સર્જન છે. 
- તેઓ અત્યાર સુધી અનેક મોભાદાર જર્નલોમાં તેમનું શોધપત્ર પ્રકાશિત કરી ચૂક્યા છે. 
- પટેલની કંપની ઓર્થોનિયા મોબાઈલ એપના માધ્યમથી ડોક્ટરોનું અંદરોઅંદર કોમ્યુનિકેશન બનાવે છે.
 
17 વર્ષીય ઉદ્યોગ સાહસિક પણ

- લિસ્ટમાં સામેલ 17 વર્ષીય રોહન સુરી એવેરિયા હેલ્થ સલુશંસના સંસ્થાપક છે. 
- તેઓએ માથામાં થયેલી ઈજાની તપાસની વિધિ વિકસિત કરી છે. 
- ફોર્બ્સ પ્રમાણે રોહનના ભાઈની બીમારી શરૂઆતમાં પકડાઈ ન શકી તો તેઓએ સ્ટ્રોકની તપાસ માટે નવા ઉપકરણની શોધ કરી. 
- તેમની વિધિમાં હેડસેટ અને મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. 
- સામાન્ય રીતે સ્ટ્રોકની તપાસ આઈ ટ્રેકિંગ ટેસ્ટથી કરવામાં આવે છે પરંતુ આ ટેસ્ટ ઘણો મોંઘો હોય છે.
- મેગેઝિન પ્રમાણે, જૂન 2016થી ડિસેમ્બર સુધી 60 દર્દીઓને તેમના ઉપકરણથી ટેસ્ટ કરી ચૂક્યા છે.
 
આગળ વાંચોઃ હિલેરી ક્લિન્ટનના ભારતીય યુવા સલાહકાર સામેલ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Indian-Origin 30 People Feature In Forbes List Of Super Achievers
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext