Home »NRG »USA» Indian Madhu Valli From Virginia Crowned Miss India USA

19 વર્ષીય મધુ વલ્લી બની મિસ ઈન્ડિયા USA, બનવા માંગે છે 'રોકસ્ટાર'

divyabhaskar.com | Jan 02, 2017, 14:02 PM IST

અમેરિકાઃસંગીતની દુનિયામાં ઉભરતી હિપહોપ આર્ટિસ્ટ મધુ વલ્લીએ મિસ ઈન્ડિયા યુએસએ, 2016નો ખિતાબ જીતી લીધો છે. આયોજકો તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 19 વર્ષીય મધુ વર્જિનિયાની રહેવાસી છે. તે જ્યોર્જ મૈસન યુનિવર્સિટીમાં સંગીત અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી રહી છે. મધુની ઈચ્છા સંગીતની દુનિયામાં આગામી સૌથી મોટી સ્ટાર બનવાની છે. અત્‍યાર સુધી વલ્લી એ 14 ગીતો રેકોર્ડ
કર્યા છે.
 
કોણે જીત્યો મિસિસ ઈન્ડિયા યુએસએનો તાજ?

- ભારતીય-અમેરિકીઓ માટે આ બ્યૂટી કોન્ટેસ્ટનું 35મું વર્ષ છે. 
- આ સૌદર્ય સ્પર્ધામાં ટેક્સાસની રહેવાસી સરિતા પટનાયકને મિસિસ ઈન્ડિયા યુએસએ જાહેર કરવામાં આવી છે. 
- તે વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઈનર છે અને બે બાળકોની માતા છે. 
- તે સામજિક કાર્યકર્તા બનીને મહિલાઓમાં સશક્તીકરણનો અવાજ બનવા માંગે છે. 
 
કોણે જીત્યો મિસ ટીન યુએસએનો તાજ?

- ન્યુયોર્ક નિવાસી રેહા માંજરેકરને મિસ ટીન યુએસએના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. 
- રેહ ઘરિવહોણા બાળકો માટે કામ કરવાનું પસંદ કરે છે. 
- આ કામ માટે તે છેલ્લા બે વર્ષોમાં 50 હજારથી વધારે અમેરિકી ડોલર એકઠા કરી ચૂકી છે.
 
આગળ જુઓ, મધુ વલ્લીની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Madhu Valli From Virginia Crowned Miss India USA
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended