Home »NRG »USA» Indian Harsh Patel Pleads Guilty To Running Call Center Scam

US: કોલ સેન્ટર કૌભાંડમાં પટેલે કબૂલ્યો ગુનો, મની લોન્ડરિંગનો આરોપ

divyabhaskar.com | May 13, 2017, 10:42 AM IST

અમેરિકા:કરોડો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડમાં વધુ એક ગુજરાતીએ ગુનો કબૂલ્યો છે. તેણે આ જ વર્ષે સાત ઓગસ્ટના રોજ રજા સંભળાવવામાં આવશે. આ મામલે બે ગુજરાતીઓ પહેલા જ પોતાનો ગુનો કબૂલી ચૂક્યા છે. જેમાં અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના લોકોએ બનાવટી અમેરિકી ટેક્સ અને ઈમિગ્રેશન અધિકારીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેથી સમગ્ર અમેરિકામાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી શકે.
 
28 વર્ષીય હર્ષ પટેલે હજારો અમેરિકન્સને પોતાનો શિકાર બનાવતા આ કૌભાંગમાં પોતાની સામેલગીરી હોવાનો ગુનો કબૂલ્યો છે. તે અત્યાર સુધી ન્યુજર્સીમાં રહેતો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં એક સંઘીય ગ્રેડ જ્યૂરીએ પટેલ સહિત 50 અન્ય લોકો અને ભારત સ્થિત પાંચ કોલ સેન્ટર પર છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ મામલે આરોપ નક્કી કરાયા હતા. પટેલે ટેક્સાસના ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ડેવિડ હિટનર સમક્ષ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે.
 
ન્યાય વિભાગ પ્રમાણે, પટેલ અને તેના કાવતરાખોરોએ અમેરિકામાં લોકોને પોતાની જાળમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેના હેઠળ અમદાવાદ સ્થિત કોલ સેન્ટર્સના કર્મચારીઓએ પોતાને અમેરિકી આવક વિભાગ અથવા નાગરિકત્વ કે ઇમિગ્રેશન સર્વિસિસના અધિકારી જણાવીને અમેરિકાના લોકો સાથે છેતરપિંડી કરી હતી. પટેલે પહેલા ભરત કુમાર પટેલ અને અશ્વિનભાઈ ચૌધરી પોતાનો ગુનો કબૂલી ચૂક્યા છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Harsh patel Pleads Guilty To Running Call Center Scam
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended