Home »NRG »USA» Indian Couple Gunned Down In San Jose USA

USમાં ભારતીય કપલની તેમની પુત્રીના Ex-બોયફ્રેન્ડે ગોળી મારીને કરી હત્યા

divyabhaskar.com | May 06, 2017, 13:34 PM IST

  • પ્રભુ તેમની પત્ની સાથે
વોશિંગ્ટનઃઅમેરિકામાં એક ભારતીય કપલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સેન જોસમાં સિલિકોન વેલીમાં કામ કરતા નરેન પ્રભુ અને તેમની પત્નીની ઘરમાં જ હત્યા કરવામાં આવી છે. પોલીસ પ્રમાણે, બદલો લેવાના ઈરાદા સાથે આવેલા મિર્ઝા ટાટલિક નામના એક શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો છે. મિર્ઝાને અથડામણ દરમિયાન પોલીસે મારી નાખ્યો છે. હત્યારો કપલની પુત્રીનો જૂનો બોયફ્રેન્ડ હતો.
 
હત્યારો હતો પુત્રીનો જૂનો બોયફ્રેન્ડ

- CBC સાન ફ્રાન્સિસ્કોના અહેવાલ પ્રમાણે, સેન જોસ પોલીસ ચીફ એડી ગ્રેશિયાએ કહ્યું કે, 'મિર્ઝાનું પ્રભુની પુત્રી સાથે અફેર ચાલી રહ્યું હતું. ઘટના સમયે પ્રભુની પુત્રી ઘરે નહોતી, તે અન્ય સ્થળે રહે છે.'
- 'મિર્ઝા અને પ્રભુની પુત્રીનું અફેર ગત વર્ષે પૂરું થઈ ગયું હતું. શંકાસ્પદની ડોમેસ્ટિક વોયલેંસની જૂની હિસ્ટ્રી છે. આ ઘટનાની જાણકારી પ્રભુના 20 વર્ષના પુત્રએ આપી હતી.'
- નોંધનીય છે કે, નરેન પ્રભુ સિલિકોન વેલીમાં એક ટેક એક્ઝિક્યુટિવ હતા.
 
પોલીસ પહોંચી તો ઘરમાં જ હતો આરોપી

- જ્યારે ઓફિસર્સ લોરા વેલી લેન સ્થિત પ્રભુના ઘરે પહોંચ્યા તો બહાર તેની લાશ પડી હતી. તેને એક ગોળી મારવામાં આવી હતી. પુત્રએ ઓફિસર્સને જણાવ્યું કે, 'તેની મમ્મી, 13 વર્ષનો ભાઈ અને આરોપી ઘરમાં જ છે.'
- ત્યારબાદ SWATને બોલાવવામાં આવી હતી. જ્યારે ઓફિસર આરોપીને પકડવાના પ્રયાસો કરી રહ્યા હત્યા, ત્યારે તેણે 13 વર્ષના છોકરાને છોડી દીધો હતો.
સરેન્ડર કરવાનો કર્યો ઈનકાર
પોલીસ ચીફે જણાવ્યું કે, 'આરોપીને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેણે ઈનકાર કરી દીધો.' પોલીસ સાથે અથડામણમાં તે માર્યો ગયો. જ્યારે ટીમ રૂમમાં પહોંચી તો ત્યાં પતિ-પત્ની અને શંકાસ્પદની લાશ પડી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Couple gunned down in San Jose USA
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended