Home »NRG »USA» Indian Bharat Kumar Patel Pleads Guilty To Running Call Center Scam

USA: કોલ સેન્ટર કૌભાંડમાં પટેલ દોષિત, તમામ આરોપોની કરી કબૂલાત

divyabhaskar.com | Apr 14, 2017, 16:48 PM IST

  • USA: કોલ સેન્ટર કૌભાંડમાં પટેલ દોષિત, તમામ આરોપોની કરી કબૂલાત,  usa news in gujarati
અમેરિકા:એક 43 વર્ષીય ભારતીયને ગેરકાયદે રીતે મલ્ટી મિલિયન ડોલર અમદાવાદ સ્થિત કોલ સેન્ટર ચલાવવા અને લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યો છે. 19 ઓક્ટોબરના રોજ ટેક્સાસના દક્ષિણી જિલ્લામાંથી ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા 55 અન્ય લોકો અને પાંચ કોલ સેન્ટર્સ સાથે છેતરપિંડી અને મની લોન્ડ્રીંગ સ્કીમમાં તેમની ભૂમિકા હોવાના આરોપ હેઠળ ભરત કુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પટેલની સજા 7 જુલાઈ, 2017 માટે સુનિશ્ચિત થયેલ છે.
 
કાવતરાખોરોની યોજના અત્યંત જટિલ

દોષી અરજીના એક ભાગરૂપે તેઓને સજા આપ્યા બાદ ભારતમાં નિર્વાસિત થવા પર સંમતિ વ્યક્ત કરી છે. તે આ પહેલા ઇલિનોઇસમાં રહેતા હતા. કોર્ટના દસ્તાવેજો પ્રમાણે, પટેલ અને તેના કાવતરાખોરોએ એક જટિલ યોજના બનાવી હતી. જેમાં અમદાવાદમાં સ્થિત કોલ સેન્ટર્સના લોકો આઈઆરએસ અથવા અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સર્વિસિસના અધિકારીઓનો સ્વાંગ રચીને વાત કરતા હતા, જે સમગ્ર અમેરિકામાં પીડિતો સાથે છેતરપિંડી કરવા માટે રચાયા હતા. 
 
આ રીતે કરાતી છેતરપિંડી

ફેડરલ વકીલે જણાવ્યું કે, ડેટા બ્રોકર અને અન્ય સ્ત્રોતો તરફથી મેળવેલી માહિતીનો ઉપયોગ કરીને કોલ સેન્ટર ઓપરેટરો પીડિતોને ટાર્ગેટ કરતા અને ધમકીઓ આપતા. ફોન કરીને ઓપરેટરો કહેતા કે, જો તેઓ સરકારને કથિત ચૂકવણી નહી કરે તો ધરપકડ, કારાવાસ, દંડ અથવા દેશનિકાલ જેવી સજા કરવામાં આવશે. પીડિતો કે જેઓ ચૂકવણી કરવા તૈયાર થઈ જતા તેઓને સ્કેમર્સ ચૂકવણી કેવી રીતે કરવી એ અંગે માહિતી આપતા. જેમાં સ્ટોર્ડ વેલ્યુ કાર્ડ અથવા વાયરિંગ મનીનો ઉપયોગ કરવામાં આવતો. ચૂકવણી થતા કોલ સેન્ટર તાત્કાલિક અમેરિકા આધારિત રનર્સને નેટવર્ક દ્વારા ચૂકવણી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી અને જે છેતરપિંડીથી મેળવેલ રકમ હોવાનું ન્યાય વિભાગે જણાવ્યું હતું.
 
પટેલ હતા રનર્સ ઓપરેટિંગના ક્રૂ સભ્ય

તેમની દલીલ પ્રમાણે, જુલાઈ 2013ની શરૂઆતથી, શિકાગોમાં અને સમગ્ર દેશમાં ચાલતા કોલ સેન્ટર્સમાં પટેલે રનર્સ ઓપરેટિંગના ક્રૂ સભ્ય તરીકે કામ કર્યું હતું. પટેલે કબૂલ્યું હતું કે, તે રિલોડેબલ કાર્ડ ખરીદવા અથવા વાયર ટ્રાન્સફર ફરી મેળવતા અમેરિકી નાગરિકોની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરતા હતા. પટેલે એ પણ કબૂલ્યું હતું કે, ગોટાળાની આવક મેળવવા માટે વ્યક્તિગત બેંક ખાતાઓ ખોલાવ્યા અને પીડિતો પાસે છેતરપિંડીથી ચૂકવણી કરાવવાની સાથે સાથે ષડયંત્રને આગળ વધારવા માટે તેમના નામે લિમિટેડ કંપની પણ બનાવવામાં આવતી. 
 
5 મહિનામાં 45 લાખ ડોલર થયા જમા

દલીલ પ્રમાણે, પટેલે એક બેંક ખાતુ ખોલાવ્યું હતું જેમાં એક વર્ષમાં 1.5 મિલિયન અમેરિકી ડોલરથી વધારે રકમ જમા થઈ હતી અને એક અન્ય બેંકના ખાતામાં પાંચ મહિનાના સમયમાં 45 લાખ ડોલરથી વધારે રકમ જમા થઈ હતી.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Bharat kumar patel pleads guilty to running call center scam
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended