Home »NRG »USA» Indian Ashvinbhai Chaudhari Pleads Guilty To Running Call Center Scam

USA: કરોડોના કોલ સેન્ટર કૌભાંડમાં વધુ એક દોષિત, હતું અમદાવાદ કનેક્શન

divyabhaskar.com | Apr 27, 2017, 12:01 PM IST

ન્યુયોર્કઃઅમેરિકામાં વધુ એક ભારતીયને કરોડો ડોલરના કોલ સેન્ટર કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 27 એપ્રિલના રોજ એક 28 વર્ષીય ભારતીય મૂળના નાગરિકને કોલ સેન્ટર કૌભાંડમાં પોતાની ભૂમિકા હોવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના લોકોએ બનાવટી અમેરિકી ટેક્સ અને ઈમિગ્રેશન અધિકારીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેથી સમગ્ર અમેરિકામાં રહેતા લોકો સાથે છેતરપીંડી કરી શકે.
 
ભારતના 50 લોકો અને 5 કોલ સેન્ટરમાં ભૂમિકા

તાજેતરમાં ટેક્સાસમાં રહેતા અશ્વિનભાઈ ચૌધરીને ટેક્સાસના દક્ષિણી જિલ્લાના યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડેવિડ હિટનેર સામે દોષિત ઠરાવવામાં આવ્યા હતા. તેમની સજા જુલાઈ 2017 માટે સુયોજિત કરવામાં આવી છે. તેને ભારત આધારિત કોલ સેન્ટરના મારફતે વિવિધ ટેલીફોન છેતરપિંડી અને મની લોન્ડરિંગ યોજનાઓ દ્વારા પેદા કરાયેલા ફડચા અને લોન્ડરિંગ પીડિત પેનલ્ટીમાં તેમની ભૂમિકા માટે મની લોન્ડરિંગ કરવાના કાવતરા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. ઓક્ટોબર સુધી ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા પરત ફરિયાદના એક આરોપમાં ચૌધરીને 50 અન્ય વ્યક્તિઓ અને પાંચ ભારત-આધારિત કોલ સેન્ટર પર તેમની ભૂમિકાઓ માટે છેતરપીંડી અને મની લોન્ડરિંગ યોજનામાં આરોપ લગાવવામાં આવ્યો હતો.
 
આ રીતે કરતા છેતરપીંડી

આ અરજીના સંદર્ભમાં થયેલા ચુકાદા અનુસાર, ચૌધરી અને તેમના કાવતરાખોર સાથીઓએ એક જટિલ યોજના અમલમાં મૂકી હતી, જેમાં ગુજરાતના અમદાવાદમાં આવેલા કોલ સેન્ટરના લોકો ઈન્ટરનલ રેવેન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસિસના અધિકારીઓની નકલ કરી રહ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં આવીને કાવતરા રચનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડેટા બ્રોકર્સ તથા અન્ય સ્રોતોમાંથી મેળવવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને કોલ સેન્ટર ઓપરેટરોએ અમેરિકી ભોગ બનેલા લોકોને લક્ષ્યાંકિત કર્યા હતા. તેઓને પીડિતોને ફોન કરીને સરકારને કથિત નાણાં ચૂકવવાનું કહેતા અને જો તેઓ નાણા નથી ચૂકવતા તો તેઓને ધરપકડ, જેલ, દંડ અથવા દેશનિકાલ જેવી ધમકીઓ પણ આપતા હતા.
 
આ રીતે મેળવતા છેતરપિંડીથી રકમ

જે પીડિતો સ્કેમર્સ પૈસા ચૂકવવા માટે સહમત થઈ જતા તેઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ચૂકવણી કેવી રીતે કરવામાં આવે, જેમાં સ્ટોર્ડ વેલ્યુ કાર્ડ અથવા વાયરિંગ મનીનો ઉપયોગ કરવામાં આવતો. ચૂકવણી થતા કોલ સેન્ટર તાત્કાલિક અમેરિકા આધારિત રનર્સને નેટવર્ક દ્વારા ચૂકવણી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી અને જે છેતરપિંડીથી મેળવેલ રકમ હોય છે. તેમની દલીલ પ્રમાણે, એપ્રિલ 2014થી, ચૌધરી ઈલિનોઈસ, જ્યોર્જિયા, નેવાડા, ટેક્સાસ અને દેશભરમાં ચાલતા કોલ સેન્ટર્સમાં પટેલે રનર્સ ઓપરેટિંગના ક્રૂ સભ્ય તરીકે કામ કર્યું હતું. 
 
આગળ વાંચોઃ અન્ય એક ગુજરાતીની પણ થઈ ચૂકી છે ધરપકડ..
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Ashvinbhai Chaudhari Pleads Guilty To Running Call Center Scam
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended