Home »NRG »USA» Indian American Teenager Girl Reena Patel Missing From New Jersey

ન્યુજર્સીમાં ગુજરાતી ટીનએજર યુવતી ગુમ, પોલીસે શરૂ કરી શોધખોળ

divyabhaskar.com | Apr 28, 2017, 12:22 PM IST

  • રીના પટેલ છેલ્લે 27 તારીખે કેમ્બ્રિજ રોડ ખાતે સવારે 7 વાગ્યાની આસપાસ જોવા મળી હતી
અમેરિકાઃન્યુજર્સીના સાઉથ બ્રુન્સવિકમાં એક 16 વર્ષીય ગુજરાતી ટીનએજર યુવતી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. સાઉથ બ્રુન્સવિક ટાઉનશિપ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, યુવતી રીના પટેલ છેલ્લે 27 તારીખે કેમ્બ્રિજ રોડ ખાતે સવારે 7 વાગ્યાની આસપાસ જોવા મળી હતી.
 
શું કહે છે સાઉથ બ્રુન્સવિક ટાઉનશીપ પોલીસ?

પોલીસના જણાવ્યા મુજબ, રીના પટેલની ઉંચાઈ 5 ફૂટ 4 ઈંચ, વજન અંદાજે 50 કિલોની આસપાસ છે. છેલ્લીવાર હ્યુડી પહેરેલ જેના પર "પટેલ" લખાયેલું છે તેમજ વાદળી જિન્સ અને બ્રાઉન કલરના UGGના બૂટ સાથે જોવા મળી હતી. સાઉથ બ્રુન્સવિક ટાઉનશીપ પોલીસએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 'તેઓ માને છે કે પટેલ ગુમ થઈ તે દિવસે જાણીજોઈને સ્કૂલે ગઈ નહોતી. પરંતુ હાલ તે ક્યાં છે એ સ્પષ્ટ નથી અને અધિકારીઓ તેને શોધવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે.'
 
USAમાંથી દર વર્ષે 8 લાખ બાળકો થાય છે ગુમ

નેશનલ સેંટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન(એનસીએમસી) મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં અંદાજે 800,000 બાળકો દર વર્ષે ગુમ થઈ જાય છે. એટલે કે દિવસ દીઠ અંદાજે 2,000 બાળકો. NCMEC અને EMCOR ગ્રુપે ગયા વર્ષે ઓક્ટોબરમાં સેફ્ટી સેન્ટ્રલના લોન્ચિંગની જાહેરાત કરી હતી. જે એપલ અને એન્ડ્રોઇડ ડિવાઇસીસ માટે ફ્રિ ચાઈલ્ડ સેફ્ટી એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન માતાપિતા અને વાલીઓ તેમના પરિવારોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને તેમના બાળકને ગુમ થયાના તાત્કાલિક કાર્યરત થઈ જાય છે અને તેમને શોધવામાં મદદ કરે છે.
 
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian American teenager girl Reena Patel missing from New Jersey
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended