Home »NRG »USA» Indian American Physician Dipak Desai At Renown Regional Medical Center

US: જેલવાસ ભોગવી રહેલા ભારતીય ડોક્ટરનું નિધન, હતા 27 ક્રિમિનલ આરોપ

divyabhaskar.com | Apr 15, 2017, 12:55 PM IST

  • કોર્ટે 18 વર્ષની જેલ સજા તથા 22 લાખ મિલીયન ડોલરનો દંડ ફટકાર્યો
અમેરિકાઃલાસ વેગાસમાં એન્‍ડોસ્‍કોપી સેન્‍ટર ચલાવતા ઈન્‍ડિયન અમેરિકન ડોકટર દિપક દેસાઈને ફેડરલ જજે 18 વર્ષની જેલ સજા તથા 22 લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. નેવાડામાં જેલવાસ ભોગવી રહેલા દિપક દેસાઈનું 10 એપ્રિલના રોજ 67 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિપક દેસાઈ પર મુકાયેલા 27 ક્રિમીનલ આરોપો પૂરવાર થતા 1 જુલાઈ, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 
 
27માંથી 16 આરોપમાં દોષિત પૂરવાર

લાસ વેગાસ નેવાડાના રીજીયોનલ જસ્‍ટીસ સેન્‍ટરની જયુરીએ તેમને દોષિત ગણ્‍યા હતા. તેમના ઉપર મૂકાયેલા 27 આરોપોમાં સેકન્‍ડ ડીગ્રી મર્ડરનો પણ સમાવેશ થાય છે. તેમના સાઉધર્ન નેવાડામાં આવેલા એન્‍ડોસ્‍કોપી ક્‍લિનીકમાં કામ કરતા એનેસ્‍થેટીસ્‍ટ રોનાલ્‍ડ લેકમેન પણ 27 માંથી 16 આરોપમાં દોષિત પૂરવાર થયા હતા. દેસાઈએ નેવાડા સ્‍ટેટ બોર્ડ મેમ્‍બર તરીકેનું પોતાનું લાયસન્‍સ પરત સુપ્રત કરી દીધું હતું. 
 
63 હજાર લોકોને ઈન્જેક્શન આપતા રોગચાળો ફાટી નીકળ્યો હતો

મીડિયા અહેવાલો પ્રમાણે, ડો. દિપક દેસાઈને હીપેટાઈટીસ ફાટી નીકળવા માટે દોષિત ગણાવાયા હતા. તેમણે ઈન્જેક્શનમાં લગાવવામાં આવતી નિડલનો એક કરતા વધુ વાર ઉપયોગ કરવાથી અનેક લોકો વાયરસનો તથા લોહીના દર્દોનો ભોગ બન્‍યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું મૃત્‍યું થયું હતું. 2007 માં 63 હજાર જેટલા દર્દીઓને ઈન્‍જેક્શન આપ્‍યા બાદ વર્ષ 2008માં રોગચાળો ફાટી નીકળ્‍યો હતો. જેને નાથવા માટે સરકારને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેથી તેમને કોર્ટ દ્વારા 18 વર્ષની જેલ સજા તથા 22 લાખ મિલીયન ડોલરનો દંડ ફટકાર્યો હતો. 
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian American Physician Dipak Desai at Renown Regional Medical Center
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended