Home »NRG »USA» Indian American Doctor Found Fatally Shot In Car In Michigan USA

અમેરિકામાં ભારતીય ડોક્ટરની ગોળી મારીને હત્યા, કારમાંથી મળી લાશ

divyabhaskar.com | May 09, 2017, 11:31 AM IST

  • હેનરી ફોર્ડ હોસ્પિટલમાં યૂરોલોજી વિભાગમાં કાર્યરત હતો રમેશ
અમેરિકાઃમિશિગન રાજ્યમાં શંકાસ્પદ પરિસ્થિતિઓમાં એક કારમાં ભારતીય અમેરિકી ડોક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હેનરી ફોર્ડ હોસ્પિટલમાં યૂરોલોજી વિભાગમાં કાર્યરત રાકેશ કુમારનો મૃતદેહ ગુરુવારે મોડી રાત્રે ડેટરોયટથી અંદાજે 90 કિલોમીટરના અંતરે એક કારમાં પેસેન્જર સીટ પરથી મળ્યો હતો. પોલીસ તેના મોતના કારણ જાણવા તપાસ કરી રહી છે. 
 
કુમારના પરિવારજનોનું કહેવું છે કે, તેમને કોઈના પર શંકા નથી. તેઓએ આ હેટ ક્રાઈમ હોવાનું માનવાનો પણ ઈનકાર કરી દીધો છે. અત્યંત પ્રભાવી સંગઠન અમેરિકન એસોસિએશન ઓફ ફિજિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિનના પૂર્વ અધ્યક્ષ અને ડોક્ટરના પિતા નરેન્દ્ર કુમારે કહ્યું કે, અમને નથી ખબર(હત્યા પાછળના કારણની). તેઓ(પોલીસ) હાલ તપાસ કરી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમને કોઈના પર શંકા નથી. અમને નથી લાગતું કે આ કોઈ હેટ ક્રાઈમ છે. રમેશના કોચ્ચીની અમૃતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી ડોક્ટરીનો અભ્યાસ કર્યો છે. 
 
રમેશ જ્યારે હોસ્પિટલ તેના કામ પર ન પહોંચ્યા તો એક સહકર્મીએ ન આવવાના અંગેનું કારણ જાણવા માટે તેમના પિતાને ફોન કર્યો હતો. નરેન્દ્રએ કહ્યું કે, એ એકદમ સામાન્ય હતો. તેમણે કહ્યું કે, રમેશને ઘણા ફોન કોલ કર્યા, મેસેજ મોકલ્યા પરંતુ કોઈ જવાબ ન મળ્યો. પછી તે તેમના પુત્રના ઘરે ગયો, ત્યાં મકાન ખાલી જોઈને તેઓએ પોલીસને જાણ કરી. થોડા સમયમાં જ પોલીસને રાકેશનો મૃતદેહ મળ્યો. પોલીસ ઘટના અંગે કોઈ જવાબ આપી રહી નથી.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian American Doctor Found Fatally Shot in Car in Michigan USA
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended