Home »NRG »USA» Indian American Doctor Charged With Performing Genital Mutilation On Girls

US:બાળકીઓના પ્રાઈવેટ પાર્ટને નુકસાન પહોંચાડવાના આરોપમાં ભારતીય ડોક્ટરની ધરપકડ

divyabhaskar.com | Apr 14, 2017, 12:52 PM IST

  • હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ વેબસાઈટ પ્રમાણે નાગરવાલા ગુજરાતી અને અંગ્રેજી ભાષા બોલી શકે છે
ન્યુયોર્કઃમિશીગનમાં ભારતીય મૂળની મહિલા ડોક્ટરની 6થી 8 વર્ષની બાળકીઓનું જેનિટલ મ્યૂટિલેશન(FGM) કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ પ્રોસેસમાં પ્રાઈવેટ પાર્ટના અમુક ભાગને સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવે છે. કેટલાક સમુદાયમાં પરંપરા હેઠળ આવું કરવામાં આવે છે. કહેવાય છે કે, અમેરિકામાં આટલી નાની ઉંમરની બાળકીઓનું FGM કરવાનો આ પ્રથમ મામલો છે. ડોક્ટરનું નામ જુમાના નાગરવાલા છે.
 
ડોક્ટર બોલી શકે છે ગુજરાતી અને અંગ્રેજી

સમાચાર એજન્સી પ્રમાણે, આરોપી મહિલા ડોક્ટરનું નામ જુમાના નાગરવાલા છે. તેની ઉંમર 44 વર્ષની જણાવવામાં આવી છે. તે મિશીગનમાં લિવોનિયાની મેડિકલ ઓફિસની બહાર આ કામ કરતી હતી. નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, FGM માટે કેટલાક માઈનોર વિક્ટિમ્સને રાજ્યની બહારથી પણ લાવવામાં આવ્યા હતા. હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ વેબસાઈટ પર રહેલી નાગરવાલાની પ્રોફાઈલમાં જણાવવામાં આવ્યું છે કે તે ગુજરાતી અને અંગ્રેજી ભાષા બોલી શકે છે.
 
5 લાખ 13 હજાર મહિલાઓ અને છોકરીઓને FGMનું જોખમ

ફરિયાદ પ્રમાણે, નાગરવાલાએ જે બાળકીઓનું FGM કર્યું તેમની ઉંમર 6થી 8 વર્ષ છે. અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં FGM કાયદાકીય રીતે અપરાધ માનવામાં આવે છે. સેન્ટર ફોર્ડ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રેવેન્શન પ્રમાણે, અમેરિકામાં 5 લાખ 13 હજાર મહિલાઓ અને છોકરીઓને FGMનું જોખમ છે. અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં FGM કરાવવાનું જોખમ 1997થી અત્યાર સુધી ચાર ગણું વધારે થઈ ગયું છે.
 
પેરેન્ટ્સ લઈને આવે છે છોકરીઓને

ફરિયાદ પ્રમાણે, નાગરવાલા પાસે બે માઈનોર ગર્લ્સને તેમના પેરેન્ટ્સ અન્ય સ્ટેટમાંથી મિશીગન લાવ્યા હતા. ફેડરલ એજન્ટ્સે જ્યારે નાગરવાલાની ટેલીફોન રેકોર્ડ્સની તપાસ કરી તો આ અંગે જાણકારી મળી હતી. એક બાળકીએ ફોરેન્સિક એક્સપર્ટને જણાવ્યું કે, તેને અહીંયા એમ કહીને લાવવામાં આવી હતી કે, સ્પેશિયલ ટ્રિપ પર ડેટ્રોઈટ લઈ જવાઈ રહી છે.
2016માં યુનીસેફે અનુમાન લગાવ્યું હતું કે, દુનિયામાં 30 દેશોમાં અંદાજે 20 કરોડ મહિલાઓ અને છોકરીઓ એવી છે જેમનું FGM થયું છે. આફ્રિકાના 27 દેશો અને ઈન્ડોનેશિયા, યમન, ઈરાકના કુર્દિસ્તાનના અનેક સમુદાયમાં FGM કરવાની પરંપરા છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian American doctor charged with performing Genital Mutilation On Girls
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended