Home »NRG »USA» Indian American Businessman Nikesh Patel Scandal Coverage

USમાં ગુજરાતીના થયા આવા હાલ, આલિશાન મહેલથી લઈ Rolls Royce વેચાઈ

divyabhaskar.com | Nov 23, 2016, 16:59 PM IST

અમેરિકાઃઅમેરિકાના ઓર્લેન્ડોના પટેલ બિઝનેસમેનની 920 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે સપ્ટેમ્બર 2014માં ધરપકડ થયા બાદ દોષિત ઠેરવવામાં આવ્યો નહોતો. અરજીની 6 ડિસેમ્બરના રોજ શિકાગોમાં થનારી સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સામે એક દોષિત અરજી દાખલ થઈ શકે છે. નોંધનીય છે કે, પટેલ બિઝનેસમેન સામે  920 કરોડની ખોટી લોન વેચવાનો આરોપસર છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો છે બાદમાં તેની આ કેસ હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, બેન્કોએ તેની સંપત્તિ તથા અનેક કીંમતી વસ્તુઓ વેચીને અત્યાર સુધી 100 મિલિયન ડોલર વસૂલ કરી લીધા છે. 
 
કોણ છે 'નિક પટેલ' અને શું છે તેના પર આરોપ?

- નિકેશ 'નિક' પટેલ ફર્સ્ટ ફાર્મર્સ ફાઇનાન્શિયલ (FFF) કંપનીના સીઇઓ છે. 
- નિકની કંપની FFF પર મિલવૌકી સ્થિત પેનન્ટ કંપનીને જૂન 2013થી 150 મિલિયન ડોલર (અંદાજે 920 કરોડ રૂ.)ની લોન ખોટા દસ્તાવેજો પર વેચવાનો આરોપ હતો. 
- 29 સપ્ટેમ્બર 2014ના રોજ FBI એ ઇલિનોઇસના નોર્ધન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નિક પટેલ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું હતું. 
- બાદમાં 30 સપ્ટેમ્બર, 2014ના રોજ FBIએ નિક પટેલની ધરપકડ કરી હતી ને બાદમાં 1,00,000 ડોલરના બોન્ડ પર તેને મુક્ત કરવામાં આવ્યો હતો. 
 
મોંઘીદાટ વસ્તુઓની થઈ હરાજી

- વૈભવી જીવન માણનારા નિક પટેલે તેની પોતાની મોંઘીદાટ વસ્તુઓ વેચવા માટે તૈયાર થયો હતો.
- તેની પાસે રહેલી કરોડો રૂપિયાની લેમ્બોર્ગિની ગેલાર્ડો અને રોલ્સ રોય્સ કાર્સની હરાજી થઈ હતી.
- આ ઉપરાંત અત્યંત મૂલ્યવાન પાંચ રોલેક્ષની ઘડિયાળ, બે રિચાર્ડ મિલ અને બે હુબ્લોટ ઘડિયાળો તથા સોનાના સિક્કાની હરાજી થઈ હતી.
 
આટલી હોટલોની પણ હરાજી થઈ 

- ક્રાઉન પ્લાઝા ઓર્લાન્ડો
- ડબલટ્રીની હિલ્ટન હોટેલ (ઓર્લાન્ડો)
-  રિનૈઝન્સની મેરિયોટ (ઓર્લાન્ડો)
- ક્રાઉન પ્લાઝા સેડલ બ્રુક (સેડલ બ્રુક, ન્યૂ જર્સી)
- ફોર પોઈન્ટ્સની શેરેટોન (પિયોરિયા, ઇલિનોઇસ)
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો નિક પટેલે કેવી રીતે કરી છેતરપિંડી? અને જુઓ નિક પટેલના આલિશાન મહેલોની અને તેની વૈભવી લાઈફ સ્ટાઈલની વધુ તસવીરો....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian American businessman Nikesh Patel scandal coverage
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended