Home »NRG »USA» Indian American Brothers Fight Back Against Armed Teen Usa

USA: બે ઈન્ડિયને બંદૂકધારી લૂંટારા સાથે ભીડી બાથ, ગોળી વાગી છતા પકડી રાખ્યો

divyabhaskar.com | Dec 31, 2016, 16:37 PM IST

  • ગોળી વાગી હોવા છતા બંનેએ લો એન્‍ફોર્સમેન્‍ટના અધિકારીઓ આવે નહીં ત્‍યાં સુધી લૂંટારાને પકડી રાખ્‍યો
અમેરિકાઃકેલિફોર્નિયામાં આવેલા હેવર્ડમાં સ્ટોર ધરાવતા 2 ભારતીય અમેરિકા ભાઈઓએ ખમીર દેખાડ્યું છે. પોતાનો સ્ટોર ધરાવતા બન્ને ભાઈઓએ તાત્કાલિક નિર્ણય લઈને પોતાના સ્ટોરમાં લૂંટ ચલાવવા માટે આવેલા બંદૂકધારીને પોલીસને હવાલે કર્યો છે. ઘટના 20, ડિસેમ્બરની હોવાનું જાણવા મળ્યું છે. 
 
શું છે સમગ્ર ઘટના?      

- સ્‍ટોર બેઠેલા બન્ને ભાઈઓ પૈકી એકના માથા પર બંદૂક તાકીને લૂંટવા આવેલા તરૂણની નજર ચૂકવી બીજા ભાઈએ તેને પાછળથી બથ ભરી પકડી લીધો હતો. 
- તરૂણે ગોળીબાર કરતા ભાઈને પગમાં ગોળી વાગી હતી તથા બીજી ગોળી લૂંટારૂને પકડી રાખનાર ભાઈ પ્રસાદના હાથ ઉપર વાગી હતી. 
- ત્રણે જણાં જમીન ઉપર પછડાયા હતાં. 
- ગોળી વાગી હોવા છતા બંનેએ લો એન્‍ફોર્સમેન્‍ટના અધિકારીઓ આવે નહીં ત્‍યાં સુધી લૂંટારાને પકડી રાખ્‍યો હતો. 
 
કેમેરામાં કેદ થઈ ઘટના

- સમગ્ર ઘટના સિક્યોરિટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
- પોલીસ આવ્યા બાદ તેને કબ્જે કર્યો હતો, જે હજુ પણ પોલીસના કબ્‍જામાં છે. 
- બીજી તરફ બંને ભાઈઓ બચી જવાની બાબતને કુદરતનો ચમત્‍કાર માને છે.
 
આગળ વાંચો, લંડનમાં 56 વર્ષીય ગુજરાતી મહિલાએ લૂંટારા સાથે ભીડી હતી બાથ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian american brothers fight back against armed teen usa
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended