Home »NRG »USA» USA: Immigration And Customs Enforcement Detainee Atulkumar Patel Dies In Custody

અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યો ગુજરાતી પટેલ, માત્ર 8 જ દિવસમાં મળ્યું મોત

divyabhaskar.com | May 19, 2017, 11:52 AM IST

અમેરિકાઃએટલાન્ટા ઇમિગ્રેશનમાં એક અટકાયતી ગુજરાતી પટેલનું શંકાસ્પદ મૃત્યું થયાના સમાચાર સામે આવ્યા છે. શ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું મૃત્યું થયું હોવાનું ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ના અધિકારીઓએ જણાવ્યું હતું. અતુલકુમાર બાબુભાઈ પટેલ 10મેના રોજ ક્વિટોથી એટલાન્ટા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમની પાસે જરૂરી ઈમિગ્રેશન દસ્તાવેજો ન હોવાના કારણે તેમને ICEની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ દરમિયાન શ્વાસની તકલીફ હોવાનું સામે આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મંગળવારે બપોરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 
 
શું છે સમગ્ર ઘટના?

પટેલ ક્વિટો, ઈક્વેડોરથી ફ્લાઇટ દ્વારા 10 મેના રોજ એટલાન્ટા એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંયા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને તેને દેશમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી કારણ કે, પટેલ પાસે જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો નહોતા. ત્યારબાદ પટેલને એટલાન્ટા સિટી ડિટેન્શન સેન્ટર ખાતે આઈસીઇ કસ્ટડીમાં ટ્રાન્સફર કરાયા હતા, જ્યાં તેમની પ્રારંભિક મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં તેમને હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હોવાનું બહાર આવ્યું હતું. આઈસીઈની કસ્ટડીમાં દાખલ થયાના બે દિવસ બાદ, પટેલની બ્લડ સુગરની તપાસ કરતી નર્સે તેમને શ્વાસની તકલીફ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમની વધુ તપાસ અને સારવાર માટે તાત્કાલિક એટલાન્ટાની ગ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. 
 
આ સપ્તાહે ICE કસ્ટડીમાં મૃત્યુ પામનાર પટેલ બીજા વ્યક્તિ

એટલાન્ટા સિટી ડિટેક્શન સેન્ટરમાં યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં રહેતા એક ગુજરાતી મંગળવારે બપોરે ગ્રેડી હોસ્પિટલમાં મૃત્યું પામ્યા હતા. હોસ્પિટલ દ્વારા 58 વર્ષીય અતુલકુમાર બાબુભાઈ પટેલને બપોરે 1.20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ની પ્રેસ રિલીઝ પ્રમાણે, મૃત્યુંનું પ્રારંભિક કારણ હ્રદયનો હુમલો જણાવવમાં આવ્યું છે. પટેલ છેલ્લા બે મહિનામાં ICEની કસ્ટડીમાં મૃત્યુ પામનાર આઠમાં વ્યકિત છે. આ અઠવાડિયે ICEની કસ્ટડીમાં મૃત્યુ પામનાર પટેલ બીજા વ્યક્તિ છે, આ પહેલા જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. 
 
આગળ વાંચોઃ મૃત્યું વિશે શું કહે છે US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: USA: Immigration and Customs Enforcement detainee Atulkumar patel dies in custody
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended