Home »NRG »USA» Illegal Immigrant Condition In Immigration And Customs Enforcement Custody

USમાં ગેરકાયદે ઘુસેલા ગુજરાતીઓને રખાય છે જાનવરોની જેમ, ધ્રુજાવી દેનારી તસવીરો

divyabhaskar.com | May 18, 2017, 20:41 PM IST

  • 2014માં પ્રતિનિધિ હેનરી કુલેર(ડી-ટેક્સાસ) ઓફિસ દ્વારા આપવામાં આવેલી તસવીર
અમેરિકાઃ ટ્રમ્પ સરકારના ઇમિગ્રન્ટ્સ અંગેના નવા કાયદાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા સંખ્યાબંધ લોકોના માથે હાલ તલવાર તોળાઈ રહી છે.અમેરિકન સરકારે અત્યાર સુધી ગેરકાયદે રીતે રહેતા લોકોમાં 40 ટકાનો વધારો નોંધ્યો છે. ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયેલા ઈમિગ્રન્ટ્સને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ની કસ્ટડીમાં રાખવામાં આવે છે, જ્યા તેમની હાલત અત્યંત કફોડી બની જાય છે. તેવામાં એટલાન્ટા સિટી ડિટેક્શન સેન્ટરમાં યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં રહેતા 58 વર્ષીય અતુલકુમાર પટેલ મૃત્યું પામ્યા છે. પટેલનું મૃત્યુંથી ગુજરાતી પટેલ સમુદાયમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
 
લાખો રૂપિયા ખર્ચીને જીવના જોખમે અમેરિકા જતા કેટલાક ઈમિગ્રન્ટ્સ સફળતાપૂર્વક અમેરિકામાં પ્રવેશી જાય તો કેટલાક ફસાઈ પણ જતા હોય છે. ફસાયેલા ઈમિગ્રન્ટ્સને અમેરિકાના વિવિધ સિટી ડિટેક્શન સેન્ટરમાં ખસેડવમાં આવે છે. અહીંયા ઈમિગ્રન્ટ્સને જાનવરોની જેમ રાખવામાં આવે છે, જેમાં ન તો સૂવાની વ્યવસ્થા હોય છે કે ન તો બેસવા માટે સારી જગ્યા હોય છે. એક ટકનું જમવાનું પણ સંતોષકારક હોતું નથી. એક નાની ઓરડીમાં સ્ત્રી, પુરુષો તથા બાળકોને એક સાથે પૂરી રાખવામાં આવે છે અને મહિનાઓ સુધી તેમની ભાળ પણ લેતું નથી. જોકે, અમુક કસ્ટડીની સ્થિતિ સારી હોય છે તો અમુકની સ્થિત નર્કથી પણ બદતર હોય છે, જેની તસવીરો અવારનવાર સામે આવતી હોય છે. 
 
આગળ તસવીરોમાં જુઓઃ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કસ્ટડીમાં કેવી રીતે રાખવામાં આવે છે...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Illegal immigrant condition in Immigration and Customs Enforcement custody
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended