Home »NRG »USA» IHCNJ 19th Health Camp For The People Of Indian Community Free Of Charge

US: IHCNJ દ્વારા 2 આરોગ્ય મેળાનું આયોજન, 19 વર્ષથી કરે છે સેવાયજ્ઞ

Vijay Thakkar | May 09, 2017, 15:54 PM IST

  • US: IHCNJ દ્વારા 2 આરોગ્ય મેળાનું આયોજન, 19 વર્ષથી કરે છે સેવાયજ્ઞ,  usa news in gujarati
અમેરિકા(વિજય ઠક્કર દ્વારા): ન્યૂજર્સીમાં ઇન્ડિયન હેલ્થ કૅમ્પ ઑફ ન્યૂજર્સી( IHCNJ ) દ્વારા મે અને જૂન મહિનાઓ દરમ્યાન 2 આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે . જેમાં પ્રથમ આયોજન 21 મે, 2017ના રોજ વિહોક્ન, ન્યૂજર્સી ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં તથા બીજુ આયોજન વ્યંકટેશ્વરા મંદિર, બ્રીજવોટર, ન્યૂજર્સી ખાતે 4 જૂન, 2017ના રોજ ત્યાંનો 19મો આરોગ્ય કેમ્પ યોજવામાં આવશે.
 
IHCNJ ના પ્રમુખ ડો. તુષાર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ બંને હેલ્થ કેમ્પમાં આરોગ્ય ચકાસણી, રોગો અંગે જાગૃતિ અને રોગ અટકાવવાનાં ઉપાયો વિષેની જાણકારી આપવામાં આવશે. હેલ્થ કૅમ્પ તમામ લોકો માટે ખૂલ્લો રહેશે પરંતુ એમાં વિશેષ કરીને જરૂરિયાતમંદ લોકો અને જે લોકો પાસે ઇન્સ્યોરન્સ નથી એવા 40 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની તપાસ કરવામાં આવશે. હેલ્થ કેમ્પમાં જે લોકો એનો લાભ લેવા ઈચ્છતા હોય એમણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને એવા લાભાર્થીઓની જ આરોગ્ય ચકાસણી આ હેલ્થ કૅમ્પમાં કરવામાં આવશે.
 
ડો. તુષારે વધુમાં જણાવ્યું કે, આ આરોગ્ય ચકાસણીમાં બ્લડ ટેસ્ટ, ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ, ગ્લુકોમા માટે આંખોની તપાસ અને ડાયબેટીક રેટીનોપથી, શારીરિક તપાસ માટે જુદા જુદા ટેસ્ટ, એચ.આઈ.વી માટેના ટેસ્ટ અને સ્ક્રીનીંગ, વિવિધ પ્રકારના કેન્સરની તપાસ અને નિયંત્રણ અંગે પ્રશિક્ષણ, હ્રદયરોગ અને ફીઝીકલ થેરેપી, હઠીલાં દર્દો અને એનું સ્વનીયંત્રણ, ડાયાબીટીસ અને હૃદય રોગના હુમલા અંગે પ્રશિક્ષણ, આહાર નિયંત્રણ અને પરહેજી ઉપરાંત ફાર્મસી કાઉન્સેલિંગ વગરે સુવિધાઓ આ હેલ્થકેમ્પમાં ઉપલબ્ધ થશે. આ હેલ્થ કેર કૅમ્પમાં આરોગ્ય વિષયક તમામ શાખાઓના નિષ્ણાત ડોક્ટર્સ, માનસિક રોગોના નિષ્ણાત, ફીઝીયોથેરાપીસ્ટ, ડાયેટ અને ન્યુટ્રીશનીષ્ટ, ફ્લેબોટોમિષ્ટ ઉપરાંત પેરામેડીકલ સ્ટાફ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વૈચ્છિક સેવા આપશે. ન્યૂજર્સી સ્ટેટ કમિશન ફોર બ્લાઇન્ડનાં નિષ્ણાતોની ટીમ અંધાપા નિવારણ માટે આ ઉમદા સેવાયજ્ઞમાં જોડાશે અને દર્દીઓની આંખની સઘન તપાસ કરશે. આવા ખૂબ મોટા આયોજનમાં આ બંને મંદિરોના અનુયાઈઓ પણ સ્વૈચ્છિક સેવા આપશે.
 
ઓગણીસ વર્ષથી ઇન્ડિયન હેલ્થ કૅમ્પ ઑફ ન્યૂજર્સી નામની નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ પ્રકારનો સેવાયજ્ઞ યોજવામાં આવે છે. આ હેલ્થ કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફોર્મ સંસ્થાની વેબસાઈટ www.IHCNJ.org અથવા ગુજરાત દર્પણ અને તિરંગા મેગેઝીનની ઇઝલીન ખાતે આવેલી ઓફીસ પરથી મેળવી શકાશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને 7 મી મે અને ૨૪ મે પહેલા ઇન્ડિયન હેલ્થ કૅમ્પ ઑફ ન્યૂજર્સી જર્સી ની કચેરી પર મોકલી આપવાનાં રહશે. આ બંને મંદિરોના સહિયારા પ્રયાસથી કમ્યુનીટીનાં લાભાર્થે આરોગ્ય મેળાનું આયોજન થશે. ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઑફ ન્યૂજર્સી જર્સી ભારતીય સમુદાયના લોકો ખાસ કરીને ઇન્સ્યોરન્સ કવરેજ વગરના લોકો માટેની આરોગ્ય વિષયક સેવાઓ વિનામૂલ્ય આપીને ઉદાહરણરૂપ કામગીરી નિભાવે છે. 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IHCNJ 19th health camp for the people of Indian Community free of charge
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended