Home »NRG »USA» Hiral Patel Pleads Guilty In H-1B Visa Fraud Scheme Usa

અમેરિકાઃ પટેલ મહિલા H-1B વિઝા ફ્રોડ સ્કિમમાં દોષિત, ક્લાઈન્ટને આપતી ઓફર

divyabhaskar.com | Feb 15, 2017, 15:05 PM IST

અમેરિકાઃભારતના આઈટી બિઝનેસમેન દ્વારા મેળવાતા અમેરિકાના એચવન-બી વિઝા થકી અમેરિકાની કંપનીઓ વિશ્વ સ્‍તરીય બની શકી છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં ફ્રોડ વિઝા ધારકો પણ સામેલ હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો હીરલ પટેલનો. જેણે ફ્રોડ વિઝા સ્કિમની તપાસ રોકવામાં પ્રયાસો કર્યાનું કબૂલ્યું છે.
 
પટેલની મે મહિનામાં થઈ હતી ધરપકડ

- 32 વર્ષીય હીરલ પટેલ બે ટેક કંપની બાદ ત્રીજી વ્યક્તિ બની છે જે આ કૌંભાડમાં સામેલ છે.
- પટેલે જૂન મહિનાથી 250,000 ડોલરનો દંડ અને પાંચ વર્ષની જેલની સજાનો સામનો કરી રહી છે.
- વકીલના જણાવ્યા અનુસાર, હીરલ પટેલ SCM ડેટા અને MMC સિસ્ટમ કંપની માટે કામ કરતી હતી.
- મંગળવારે ન્યુજર્સીના નેવાર્કમાં ફેડરલ ન્યાયાધીશે કેવિન મેકનલ્ટી સામે અપરાધ સ્વીકાર્યો છે. 
- સ્કીમ સાથે સંકળાયેલા લોકોના ન્યાયમાં ખલેલ પહોંચાડવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે. 
 
કોણ છે હીરલ પટેલ?
 
હીરલ પટેલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની SCM ડેટા અને MMC સિસ્ટમ માટે હ્યુમન રિસોર્સ મેનેજર હતી, જે ક્લાઈન્ટ્સને આઈટી સપોર્ટ કન્સલટન્ટ ઓફર કરતી હતી. બન્ને કંપની વિદેશી નાગરિકોની ભરતી કરતી હતી, ઘણીવાર સ્ટુડન્ટ વિઝા હોલ્ડર અથવા ફ્રેશ કોલેજ ગ્રેજ્યુએટ, અને તેમને એચવન-બી પ્રોગ્રામ હેઠળ વિઝા સ્પોન્સર કરતી હતી જે યુએસએમાં કોઇ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ અથવા ટેક્નિકલ એક્સપર્ટાઈઝ ધરાવતા કામચલાઉ વિદેશી કામદારોની ભરતી  કરતી હતી. જેમાં એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ જેવા સામેલ હતા. હીરલ પટેલની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. 
 
આ છે સમગ્ર ઘટના?

- વર્જિનિયાના એક વકીલ સુનિલા દત્ત, ઓક્ટોબરમાં છેતરપિંડી સંડોવણી ઠેરવવામાં આવી હતી.
- ડિસેમ્બરમાં એક ઈન્ડિયન કંપની માટે ઈમિગ્રેશન મેનેજર હરી કર્ણેને આ સ્કિમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 
- વકીલ પ્રમાણે, તે હૈદરાબાદનો હતો અને તે ભારતમાં SCM પ્રાઈવેટ લિમિટેડ, જેણે SCM ડેટા અને MMC સિસ્ટમ સાથે સ્ટાફ પ્રોવાઈડ કરવાના એગ્રિમેન્ટ સાઈન કર્યા હતા.
- વકીલ પ્રમાણે, ન્યુયોર્ક બેઝ્ડ બે કંપનીના માલિક સૌરભ શર્માની અને બન્ને કંપનીની ફાયનાન્સ હેડ 31 વર્ષીય શિખા મોહતાની  સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. 
- મે મહિનામાં બન્ને પર સ્કિમ હેઠળ છેતરપિંડીનો ચાર્જ દાખલ કરવામાં આવ્યો હતો.
 
આગળ વાંચો કેવી રીતે ઘડાતો પ્લાન?
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hiral Patel pleads guilty in H-1B visa fraud scheme usa
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended