Home »NRG »USA» Harshad Patel Dies In Crash Near Georgiana Two Others Injured

USA: ગાર્ડરેલ સાથે કાર અથડાતા એક ગુજરાતીનું મોત, અન્ય 2 ઘાયલ

divyabhaskar.com | Mar 01, 2017, 16:11 PM IST

  • USA: ગાર્ડરેલ સાથે કાર અથડાતા એક ગુજરાતીનું મોત, અન્ય 2 ઘાયલ,  usa news in gujarati
અમેરિકાઃરવિવારે વહેલી સવારે અમેરિકામાં થયેલા એક રોડ અકસ્માતમાં જ્યોર્જિયાના 49 વર્ષીય એક પટેલનું મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજા થઈ છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રોડની લેફ્ટ સાઈડમાં લગાવવામાં આવેલી ગાર્ડ રેલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. 
 
પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કેવિન કૂક પ્રમાણે, કાર જ્યારે રોડની લેફ્ટ સાઈડ સવાર થઈ રહી હતી ત્યારે તે ગાર્ડ રેલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હર્ષદ પટેલ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા, તેઓ જ્યારે રોડ પર પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર એક વૃક્ષ ત્રાટક્યું હતું. લાગ્રેન્જનોમાં રહેતા હર્ષદ પટેલને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. 
 
કારના ડ્રાઈવર ડોની એચ. ડેન્સી અને અન્ય એક મુસાફરને દોથાનમાં આવેલા સાઉથેસ્ટ અલાબામા મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. કુક પ્રમાણે, આ બન્નેની ઈજાઓ એટલી ગંભીર નથી. વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કોઈએ સીટ બેલ્ટ બાંધ્યા નહોતા. આ અકસ્માત રવિવારે ઇન્ટરસ્ટેટ 65, જ્યોર્જિયાના નજીક માઇલ માર્કર 111,8 પર થયો હતો. રાજ્યની પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Harshad patel dies in crash near Georgiana two others injured
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended