Home »NRG »USA» Gujarati Patel Shot Dead At Hamberlayne Farms Shopping Center Around 10 Friday Night

અમેરીકામાં ફરી એક ગુજરાતી પટેલની ગોળી મારી હત્યા, રસ્તા પરથી મળી લાશ

divyabhaskar.com | Nov 14, 2016, 00:47 AM IST

  • પોલીસ દ્વારા સ્ટોરના દરવાજા પર પોસ્ટર લગાવવામાં આવ્યુ(ઈન્સેટમાં રાજ પટેલ)

એનઆરજી ડેસ્ક: અમેરિકાના વર્જિનીયા સ્ટેટમાં શુક્રવારની રાત્રે ફરી એક ગુજરાતી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયાની ઘટના સામે આવી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વિલ્કિન્સન રોડ પર આવેલી એક તમાકુ સ્ટોરમાં કામ કરતા 34 વર્ષિય રાજ પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. પોલીસને ઘટના અંગે ફોન દ્વારા જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસા, ચેમ્બરલીન ફાર્મ શોપિંગ સેન્ટર તરફના રસ્તા પર ગોળી વાગેલી હાલતમાં પડેલા માણસને જોયો હતો. જો કે તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ થયું હતું. પોલીસે તપાસ કરી મોતને ભેટેલો વ્યક્તિ રાજુભાઈ પટેલ(રાજ પટેલ) હોવાનું જણાવ્યું હતું. 

ઘટનાસ્થળ પરથી પોલીસે એકઠા કર્યા પૂરાવા
 
ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સ્ટોરના દરવાજે ‘Do Not Enter’ લખેલા સ્ટીકર લગાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્ટોરમાંથી કેટલાક પૂરાવા એકઠા કર્યો હોવાનું પણ જણાવાયું છે. જો કે હજુ સુધી પોલીસે આ અંગે કોઈપણ વધારેની જાણકારી જાહેર કરી નથી અને આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. આ અંગે માહિતી હોય તો ક્રાઇમ સ્ટોપર્સને 804-780-1000 પર માહિતી આપવાનું પોલીસે જણાવ્યું છે.
 
ઘટનાસ્થળથી થોડે દૂર કામ કરતા હતા કારીગરો
 
- ઘટનાસ્થળની આજુબાજુની મોટાભાગની દૂકાનો બંધ હતી તેથી અન્ય કોઈ જાનહાનીની ઘટના બની નથી.
- ઘટનાસ્થળથી થોડે દૂર કામ કરી રહેલા રોબીન હોલોવેએ જણાવ્યુ હતું કે, આ ઘટનાના પગલે હવે તે અહીં કામ પર જવાથી ખૂબ જ ડરી ગઈ છે.
- એક ગ્રાહકે રડતા-રડતા જણાવ્યું હતું કે, ઘટનાથી 'હુ ખૂબ જ પ્રભાવિત છું'.
- આસપાસ દૂકાન ધરાવતા વેપારીઓના જણાવ્યા અનુસાર એક મહિના પહેલા જ આ દુકાનમાં લૂંટની ઘટના બની હતી.
 
રાજ પટેલને પરિવારમાં બે ટ્વિન બાળકો અને પત્ની
 
- વર્જિનીયા સ્ટેટમાં તમાકુ સ્ટોરના મૃતક કર્મચારી રાજ પટેલના પરિવારમાં બે ટ્વિન બાળકો અને પત્ની છે.
- જપ અને ધ્યાન નામના બે ટ્વિન બાળકો ચાર વર્ષના છે.
- રાજને એક નાનો ભાઈ દિવ્યેશ પટેલ પણ છે
- રાજના કેટલાક મિત્રોએ આ બંન્ને બાળકોના અભ્યાસ ખર્ચ માટે ફંડ એકઠું કરવાની પણ વ્યવસ્થા કરી છે.
- રાજના નજીકના મિત્રો દ્વારા વ્યવસ્થા કરાયેલા ઓનલાઈન ફંડમાં 16 હજાર ડોલર કરતા વધારે ફંડ એકઠું કરવામાં આવ્યું છે.
 
આગળ જુઓ રાજના ટ્વિન બાળકો સહિત ઘટના સંબંધિત વધુ તસવીરો....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Patel Shot Dead at hamberlayne Farms Shopping Center around 10 Friday night
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended