Home »NRG »USA» Gujarati Man Dead In Tuesday Morning Motel Fire In Vestal New York

US:બરફના તોફાન વચ્ચે ગુજરાતીની મોટેલમાં ભીષણ આગ, જીવ હોમાયો

divyabhaskar.com | Mar 18, 2017, 16:31 PM IST

અમેરિકાઃમંગળવારે વહેલી સવારે ન્યુયોર્કની એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં એક ગુજરાતીનો જીવ હોમાયો છે. ફાયર ફાઈટર્સે બરફના તોફાનની વચ્ચે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. મૃતકની ઓળખાણ ધનસુખ (ડિક) પટેલ તરીકે થઈ છે, તેઓ આ મોટેલના માલિક હતા. તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
 
શું છે સમગ્ર ઘટના?

મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ન્યુયોર્કના વિસ્ટલ ગામમાં ગુજરાતીની સ્કાલ્લેક મોટેલ લોજમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં મોટેલ માલિક ધનસુખ પટેલનું મૃત્યું થયું છે. પ્રાથમિક તપાસમાં આગ પહેલા માળે રહેલી ઓફિસમાંથી પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે. એક સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, ધનસુખ પટેલ અને તેમના પત્ની મોટેલના મકાનમાં જ રહે છે. મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળતા તેઓ ઉઠી ગયા હતા. પટેલે તેમની પત્નીને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા હતા પરંતુ તેઓ બહાર નીકળી શક્યા નહોતા. હાલ તપાસકર્તા મોટેલમાં લાગેલી ભીષણ આગ લાગવા પાછળનું કારણ શોધી રહી છે.
 
બરફના તોફાન વચ્ચે આગ લીધી કાબૂમાં

વહેલી સવારે, ફાયર બ્રિગેડના કર્મચારીઓને સ્કાલ્લેક મોટેલ લોજ પર આગ સામે લડવું પડ્યું હતું, આ દરમિયાન તેમને બરફના તોફાનનો પણ સામનો કરવો પડ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જેમાં મોટેલને ઘણું નુકશાન થયું છે. મોટેલની બે માળની બિલ્ડિંગ જૂની હોવાના કારણે આગ ભીષણ બની હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે સવારે સવા ચાર વાગ્યાની આસપાસ 240 વેસ્ટલ પાર્ક વે ઈસ્ટમાં સ્કાલ્લાક મોટેલમાં ક્રૂને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે પૃષ્ટિ કરી છે કે 79 વર્ષીય મોટેલ માલિક ધનસુખ(ડિક) પટેલનું આગમાં નિધન થયું છે. 
 
શું કહે છે પોલીસ?

પોલીસનું કહેવું છે કે, ધનસુખભાઈના પત્ની અને મોટેલમાં રોકાયેલા અન્ય 6 મહેમાનો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને ધુમાડાના કારણે ગુંગણામળ થતા તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓ પ્રમાણે આસપાસના ઈમારતોને અસર થઈ નથી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, બરફના તોફાન વચ્ચે લાગેલી ભીષણ આગની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Man Dead in Tuesday Morning Motel Fire in Vestal new york
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended