Home »NRG »USA» Gujarati Celebrate Navratri In New Jersey

અમદાવાદ નહીં આ છે ન્યુજર્સીની નવરાત્રિ, USમાં ખુલ્લા રોડમાં ગુજરાતીઓની રમઝટ

divyabhaskar.com | Oct 10, 2016, 16:25 PM IST

ન્યુજર્સી: ગુજરાતીઓ ગમે ત્યાં વસે પણ નવરાત્રિ આવે એટલે એનામાં નવી જ ઉર્જાનો સંચાર થઈ જાય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનથી દૂર ભલે હોય પણ નવરાત્રિ ઉજવવાનું ક્યારેય ચૂકતા નથી. હવે અનેક દેશોમાં નવરાત્રિના મોટાપાયે સેલિબ્રેશન થવા લાગ્યા છે. વિદેશમાં મોટા ભાગે કમ્યુનિટી હોલમાં નવરાત્રિ ઉજવવામાં આવે છે પણ આજે આપણે વિદેશમાં નવરાત્રિના થતા અનોખા સેલિબ્રેશનની વાત કરીશું.
ન્યુજર્સીના Indian Street કે India Square તરીકે જાણીતા રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. 7-8 ઓક્ટોબર તેમજ 14-15 ઓક્ટોબર મળી ચાર દિવસ ગરબા યોજાશે. આ સેલિબ્રેશનમાં ગુજરાતીઓએ મનમૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. ખુલ્લા રોડ પર ઉજવવામાં આવતી આ નવરાત્રિમાં એન્ટી ફ્રી હોય છે. બિલકુલ ગુજરાતના કોઈ ગામ કે શહેરમાં હોય છે, તેવા જ માહોલમાં ગુજરાતીઓ અવનવા સ્ટેપથી ગરબા રમે છે. પગ મૂકવાની જગ્યા ના મળે એટલી ભીડમાં ગરબા-રસિકો મોજથી ગરબાનો આનંદ માણે છે. (તસવીર સૌજન્ય: ફેસબુક)
 
આગળની સ્લાઈડ ક્લિક કરીને જુઓ ન્યુજર્સીની અનોખી નવરાત્રિનું સેલિબ્રેશન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati celebrate Navratri in New Jersey
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext