Home »NRG »USA» Gujarati Boy And Hongkong Girl Marriage At Mansa

USમાં ગુજરાતી છોકરાને હોંગકોંગની છોકરી સાથે થયો Love, માણસામાં કર્યા લગ્ન

divyabhaskar.com | Dec 01, 2016, 12:07 PM IST

અમદાવાદઃલગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે એક અનોખા લગ્ન માણસાના તાલુકામાં પણ યોજાયા હતા. ગુજરાતી કહેવત 'પ્રેમને કોઇ સિમાડા નડતા નથી' જે આ યુગલે પોતાના પ્રેમ સંબંધને લગ્નના તાંતણે બાંધીને સાચી ઠેરવી છે. અમેરિકામાં રહેતો મૂળ માણસાના ગુજરાતી યુવક અને હોંગકોંગની યુવતીના ભવ્ય લગ્ન યોજાયા હતા. 
 
આ રીતે યોજાયા લગ્ન?

- હજારો કિલોમીટરનું અંતર ઉપરાંત ભાષા અને સંસ્કૃતિ પણ અલગ છતા આ યુગલે બે પરિવારોને એક કર્યા છે.
- પ્રભુતામાં પગલા માંડનાર રવિ મૂળ માણસા તાલુકાના ભીમપુરા ગામનો વતની છે જ્યારે યુવતી પેટી મૂળ હોંગકોંગની છે.
- આ બન્ને અમેરિકામાં છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા.
- ભીમપુરા પાસે આવેલા એક રિસોર્ટમાં બન્નેના હિન્દુ શાસ્ત્રોક્ત અનુસાર ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.
- પેટીનો પરિવાર અને તેના બે મિત્રો લગ્ન માટે ભારત આવ્યા હતા.
 
હાજર મહેમાનોમાં કૂતુહલ

- માણસા તાલુકામાં રહેતા બળદેવભાઈ ચૌધરી અને તેમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયો છે. 
- કેલિફોર્નિયામાં બળદેવભાઈના પુત્ર રવિ ચૌધરીને હોંગકોંગની પેટી સાથે પ્રેમ થયો હતો. 
- હોંગકોંગની કન્યા પેટીએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નની તમામ પરંપરાઓમાં ભાગ લેતા લગ્નમાં હાજર રહેનાર મહેમાનો માટે કૂતુહલ સર્જાયું હતું.
- ગામમાં આવા અનોખા લગ્ન લેવાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ અનોખા લગ્નની વધુ તસવીરો અને વાંચો, કેવી રીતે એક મુલાકાતમાં પડ્યા એકબીજાના પ્રેમમાં...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati boy and hongkong girl Marriage at Mansa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended