Home »NRG »USA» Gujarat Born US Cricket Player Timil Patel Becomes American Citizen

આ ગુજરાતીના કામ પર ઓવારી ગયું અમેરિકા, આપી ખાસ સિટીઝનશીપ

divyabhaskar.com | Apr 20, 2017, 13:09 PM IST

  • તિમિલ કૌશિક પટેલ
અમેરિકાઃગુજરાતનો ભૂતપૂર્વ રણજી ખેલાડી તિમિલ પટેલ અમેરિકા માટે અત્યાર સુધી ક્રિકેટ ભલે રમી રહ્યો હોય પરંતુ અત્યાર સુધી તે માત્ર એક કોટામાં જ ક્રિકેટ રમી શકતો હતો. આ કોટા એવા પ્લેયર્સ માટે હોય છે જે બિન-નાગરિક હોય છે, પરંતુ હવે તેનો રસ્તો સરળ થઈ ગયો છે. ગુજરાતી મૂળના તિમિલ કૌશિક પટેલને નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. જેથી તેણે અમેરિકન ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. 
 
100 દેશોના 3800 ઈમિગ્રન્ટ્સ સાથે મળી નાગરિકતા

કેલિફોર્નિયાના 33 વર્ષીય પટેલે 100 દેશોના 3800 ઇમિગ્રન્ટ્સ સાથે નાગરિકતા આપવામાં આવી છે. અત્યાર સુધી તે અમેરિકન ટીમમાં ત્રણમાંથી એક કોટા પર રમી રહ્યો હતો જે બિન-નાગરિકો માટે હતો. હવે અમિરીકન નાગરિક બની જતા તે જગ્યા નક્કી કરી શકશે અને યુગાન્ડા સામે આગામી મહિનામાં યોજાનારી ટૂર્નામેન્ટમાં પણ રમવાની શક્યતાઓ વધી છે. 
 
શું કહે છે તિમિલ પટેલ?

અમેરિકન ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન તિમિલ પટેલે કહ્યું કે, અમેરિકામાં નાગરિકતા મેળવતા અમને ખેલાડીઓને પસંદ કરવા અને મજબૂત ટીમ બનાવવાની તક મળશે. પટેલે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રીય ટીમ સાથે સેન્ટ લૂસિયા સ્ટાર્સ માટે ક્રિકેટ રમવા માટે હસ્તાક્ષર કર્યા છે. પટેલને કેલિફોર્નિયામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ બિઝનેસ પણ ચલાવે છે. તિમિલનો પરિવાર પહેલેથી જ અમેરિકામાં સેટલ હતો.
 
આગળ વાંચોઃ કોણ છે તિમિલ પટેલ? અને શું છે નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા?
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarat born US cricket player Timil Patel becomes American citizen
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended