Home »NRG »USA» Gujarat Area Young Patel Boy Crossed Border Illegal And Entered US

મોતને માત આપી ગેરકાયદેસર USમાં ઘૂસેલા એક ગુજરાતીની ધ્રુજાવી દેનારી આપવીતી

divyabhaskar.com | Mar 24, 2017, 18:38 PM IST

એનઆરજી ડેસ્ક:અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી અટપટ્ટા નિયમો અને નિવેદનોના કારણે વિવાદમાં આવી ગયા છે. અમેરિકાની બોર્ડર પાર કરીને ગેરકાયદે ઘૂસણખોરીના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિવેદનો કરી ચૂક્યાં છે. એક અનુમાન અનુસાર મેક્સિકોથી અમેરિકા ઘૂસતા લોકોની સંખ્યા વધારે હોવાથી તેઓએ અહીં લાંબી વોલ બનાવવાની વાત પણ કરી હતી. જો કે ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ભારે ક્રેઝ હોય છે. એ પછી લીગલ રીતે ન જઈ શકાય તો ગેરકાયદેસર રીતે પણ અમેરિકા જવા તૈયાર થઈ જાય છે. અમેરિકા જવા ઈચ્છુક ઉત્તર ગુજરાતનો આવા જ એક પટેલ યુવાનને કાયદેસર રીતે અમેરિકા જવા ન મળતા વર્ષ 2014માં ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યો છે.

જીવના જોખમે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા પરેશ પટેલે divyabhaskar.com સાથેની વાતચીતમાં ભારતથી અમેરિકા સુધીના આ સફરના ચોંકાવનારા અનુભવો શેર કર્યાં હતા. પરેશે જણાવ્યું હતું કે, અમારા ગામમાંથી 150 જેટલા છોકરાઓ આવી રીતે (ગેરકાયદે) અમેરિકા ગયા હતા આથી મેં પણ વિચારીને નક્કી કર્યું કે અમેરિકા જઈને કામ કરીએ. આ માટે એજન્ટનો સંપર્ક કરતા કેરળથી એક ભાઈ મારી સાથે મીટિંગ કરવા આવ્યા હતા. વાતચીત બાદ તેમને વિશ્વાસ બેસતા કેવી રીતે અમેરિકા જવું તે વિશે તેમણે જાણકારી આપી હતી અને પાસપોર્ટ દ્વારા દુબઈના વિઝા અને ટિકિટ પણ મોકલી આપ્યા હતા. પરેશ જણાવે છે કે, અહીંથી મારી ગેરકાયદે અમેરિકા ટ્રિપની શરૂઆત થઈ હતી.

(આગળ વાંચો કેવી રીતે ગેરકાયદે અમેરિકા પહોંચ્યો ગુજરાતના ગામનો યુવાન)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat Area Young Patel Boy Crossed Border Illegal and Entered US
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended